અંતરમાં ભેદજ્ઞાન થાય ને આત્માનો પત્તો લાગે. વિકલ્પ વડે આત્મા હાથમાં ન આવે,
વિકલ્પથી જુદું પડી જ્ઞાન આમ અંતરમાં વળે છે ત્યારે તે જ્ઞાનમાં આત્મા અનુભવાય
છે. તેમાં પરમ સમાધિ છે, તેમાં પરમ શાંતિ છે, તેમાં જીવનું સાચું જીવન છે. આત્મા
જેવો હતો તેવો તેમાં પ્રસિદ્ધ થયો; આત્મા પોતાના પરમ–સ્વભાવે પ્રસિદ્ધ થયો તેથી
તેને પરમ–આત્મા કહ્યો. ચોથા ગુણસ્થાનની આ વાત છે. આવી અનુભૂતિ થતાં જ્ઞાનને
વિકલ્પ સાથેનું કર્તાકર્મપણું છૂટી ગયું. હું–જ્ઞાન કર્તા, ને વિકલ્પ મારું કાર્ય એવી
કર્તાકર્મબુદ્ધિ છૂટી ગઈ, ને જ્ઞાન જ્ઞાનમાં જ તન્મય થઈને પરિણમ્યું. આસ્રવથી છૂટીને
સંવરરૂપ પરિણમ્યું. –ત્યાં બધા ઝગડા મટી ગયા, બધા કલેશ છૂટી ગયા, જ્ઞાન સમસ્ત
વિકલ્પજાળથી છૂટીને પોતાના ચૈતન્યસ્વરૂપમાં ગુપ્ત થયું. આવા પરમશાંતચિત્તરૂપ
થઈને જ્ઞાની પોતાના શુદ્ધ આત્માને સાક્ષાત્ અનુભવે છે.
*
વાત સમજાવી છે. વાહ! નિર્વિકલ્પ અનુભૂતિનો મહિમા કેવો ઊંડો અને ગંભીર
છે કે શ્રુતજ્ઞાની–સાધકની અનુભૂતિનું સ્વરૂપ સમજાવવા માટે આચાર્યદેવે
કેવળીભગવાનનું ઉદાહરણ આપ્યું, ને એમની સાથે સાધકની અનુભૂતિને
સરખાવી. જેમ કેવળીભગવાન તો કેવળજ્ઞાનવડે સમસ્ત વિશ્વના સાક્ષી થયા છે,
એટલે નયપક્ષના પણ તેઓ સાક્ષી જ છે, તેમને કોઈ વિકલ્પ ઊઠતો નથી;
સાધકશ્રુતજ્ઞાનીને હજી ક્ષયોપશમની ભૂમિકા હોવાથી શ્રુતસંબંધી વિકલ્પો ઉત્પન્ન
થાય છે પરંતુ તેને તે વિકલ્પના ગ્રહણનો ઉત્સાહ છૂટી ગયો છે, ઉપયોગને
વિકલ્પથી છૂટો પાડીને જ્ઞાનસ્વભાવના ગ્રહણ તરફ ઝુકાવ્યો છે, એટલે તે
સ્વભાવ તરફનો જ ઉત્સાહ છે ને વિકલ્પો તરફનો ઉત્સાહ નથી.
તેમ નયપક્ષના સાક્ષી જ છે, સાક્ષીપણે કેવળ જાણે જ છે; તેમ શ્રુતજ્ઞાની પણ
નયપક્ષના કોઈ વિકલ્પને જ્ઞાનના કાર્યપણે કરતા નથી, પણ તેના સ્વરૂપને
કેવળ જાણે જ છે. આ વિકલ્પથી અંશમાત્ર મને લાભ થશે કે વિકલ્પ વડે
સ્વરૂપનો અનુભવ પમાશે એવી બુદ્ધિ સર્વથા છૂટી ગઈ છે એટલે વિકલ્પના
ગ્રહણનો ઉત્સાહ છૂટી ગયો છે, તેથી તેના સાક્ષી થઈને સ્વભાવના ગ્રહણ તરફ
પરિણતિ ઝૂકી ગઈ છે.