ATMADHARMA Regd. No. G. 182
પ્રશ્ન:– વિપત્તિ વખતે શું કરવું?
ઉત્તર:– વિપત્તિ વખતે ધર્મને અને ધર્માત્માના જીવનને વિશેષપણે યાદ કરવા...
ધર્માત્માઓ કેવી ઉત્તમ આરાધના કરે છે તે લક્ષમાં લઈને તેનો ઉત્સાહ
વધારવો.
ગમે તેવી વિપત્તિમાં આત્મસ્વભાવને ન ભૂલવો.
ગમે તેવી વિપત્તિમાં ધર્મનું પાલન કરવું, સંયમની રક્ષા કરવી.
વિપત્તિ સદા રહેવાની નથી, ક્ષણમાં ટળી જવાની છે.
વિપત્તિથી ડર્યે વિપત્તિ ટળતી નથી પણ વધે છે.
વિપત્તિ વખતેય હિંમત ને ધૈર્યપૂર્વક ઉપાય કરતાં વિપત્તિ ટળે છે.
ધર્મ એ જ સંકટ સમયનો સાચો સાથી છે.
વિપત્તિના દુઃખ કરતાં સંયમના ઘાતનું કે આર્તધ્યાનનું દુઃખ વધારે છે; માટે હે
જીવ! વિપત્તિથી ડરીને તું તારા ધર્મને ન છોડ...આર્તધ્યાન ન કર...ઉગ્રપણે
સ્વભાવચિન્તનમાં ને દેવ–ગુરુ–ધર્મની સેવામાં તારું ચિત્ત જોડ.
વનવાસ વખતે ધર્મને યાદ કરીને સીતાજી સન્દેશ કહેવડાવે છે કે–
હે સારથિ! દશરથનંદનને કહેજો કે લોકનિંદાના ભયથી મને તો છોડી,
પરંતુ જિનધર્મને કદી ન છોડશો.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન. અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર)