: ૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
આત્મ – પ્રકાશ
પૂ. ગુરુદેવને અત્યંત પ્રિય અને આત્મઅનુભવની ખાસ
પ્રેરક એવી ૪૭ આત્મશક્તિઓ ઉપરના પ્રવચનો “આત્મવૈભવ”
નામના પુસ્તકરૂપે છપાઈ રહ્યા છે. તેમાંથી એક પ્રકરણનો થોડોક
નમૂનો અહીં આપીએ છીએ–જે વાંચીને સૌને આનંદ થશે.
આ જ્ઞાનસ્વરૂપ આત્મામાં એક પ્રકાશ શક્તિ છે, આ શક્તિના બળથી આત્મા
પરની સહાય વગર–રાગ વગર પોતે પોતાને સ્પષ્ટ પ્રત્યક્ષ પ્રકાશે છે ને સ્વાનુભવ કરે
છે. આ શક્તિનો અચિંત્ય મહિમા છે.
જ્યારે જે શક્તિ આવે ત્યારે તેનાં ગાણાં ગવાય. બાકી તો દરેક શક્તિ આખા
આત્માને પ્રસિદ્ધ કરનારી છે; દરેક શક્તિ પોતાના પૂર્ણ સામર્થ્યથી ભરેલી છે ને
વિકારના અભાવરૂપ છે. એક શક્તિને જુદી પાડીને તેનો આશ્રય કરી શકાય નહિ.
શક્તિ અને શક્તિમાન જુદા નથી, ગુણ અને ગુણી જુદા નથી, એટલે દ્રવ્યની શક્તિનું કે
ગુણનું સ્વરૂપ ઓળખતાં અનંતધર્મસંપન્ન આખું દ્રવ્ય ઓળખાઈ જાય છે, ને તેની
પ્રતીત વડે સમ્યગ્દર્શન થાય છે. એમાં ક્્યાંય વચ્ચે રાગનું કે નિમિત્તનું અવલંબન નથી.
તેના અવલંબન વગર આત્મા પોતે જ પોતાને સ્પષ્ટ એટલે કે પ્રત્યક્ષ પ્રકાશે છે એવો
તેનો પ્રકાશસ્વભાવ છે.
આમાં બે વાત આવી–એક તો સ્વાનુભવમાં આત્મા પોતે પોતાને સ્પષ્ટ પ્રકાશે
છે અને તે સ્વાનુભવ સ્વયં પ્રકાશમાન છે, તેમાં આત્મા સિવાય બીજા કોઈનો હાથ
નથી. આવા સ્વસંવેદનની તાકાતવાળો આત્મા છે.
કોઈ કહે કે આત્મા ન જણાય?
તો અહીં કહે છે કે ભાઈ, આત્મા પોતે પોતાને સ્વાનુભવમાં પ્રત્યક્ષ જણાય
એવો તો એનો સ્વભાવ જ છે, અને તેમાં કોઈ બીજાની જરૂર ન પડે એવો સ્વયં