બીજા કોઈનું અવલંબન નથી. તે સ્વયં પોતાની મેળે જ પોતાને પ્રકાશે છે.
પોતાને કે પરને જાણે તેમાં તેને રાગનું નિમિત્તનું કે બીજા કોઈનું અવલંબન લેવું પડે
એવો તેનો સ્વભાવ નથી; કોઈના અવલંબન વગર સ્પષ્ટ–પ્રત્યક્ષપણે પ્રકાશે એવો એનો
પ્રકાશસ્વભાવ છે. પોતે પોતાથી સ્વયં પ્રકાશનારો છે. પોતાની સ્વાનુભૂતિથી જ પોતે
પોતાને પ્રકાશી રહ્યો છે. તેમાં બીજા કોઈનું અવલંબન નથી.
જે પ્રચુર સ્વસંવેદન, તેના વડે મારો આત્મવૈભવ પ્રગટ થયો છે, અને મારા સમસ્ત
આત્મવૈભવવડે હું આ સમયસારમાં એકત્વ–વિભક્ત શુદ્ધ આત્મા દેખાડું છું. તમે તમારા
સ્વાનુભવ–પ્રત્યક્ષવડે તે પ્રમાણ કરજો. જુઓ, સાધકના શ્રુતજ્ઞાનમાં પણ આત્માને
સ્વાનુભવ–પ્રત્યક્ષ કરવાની તાકાત છે. સ્વયં પ્રકાશમાન અને સ્પષ્ટ એવું આત્માનું
સ્વસંવેદન શ્રુતજ્ઞાનવડે થઈ શકે છે, ને એવું સ્વસંવેદન કરે ત્યારે જ સાચું આત્મજ્ઞાન
થાય છે ને ત્યારે જ ધર્મ થાય છે. એ સ્વસંવેદનમાં અતીન્દ્રિય આનંદ ઝરે છે,
અનંતગુણની નિર્મળતા તેમાં પરિણમે છે.
ક્્યાંથી થશે? અને સ્વસન્મુખતા વગર સમ્યગ્દર્શન ક્્યાંથી થશે? સમ્યગ્દર્શન વગર
સુખનો રાહ ક્્યાંથી હાથ આવશે? માટે હે ભાઈ! તારું જેવું સ્વરૂપ છે તેવું લક્ષમાં
લઈને તેનો મહિમા કર. સ્વનો મહિમા જાગતાં પરનો મહિમા ઊડી જશે, એટલે સ્વ–
પરનું ભેદજ્ઞાન થઈને સ્વસન્મુખતા થશે; સ્વસન્મુખ સ્વસંવેદનમાં તારો આત્મા સ્વયં
પ્રકાશમાન થશે એટલે કે આનંદસહિત અનુભવમાં આવશે. સમ્યગ્દર્શનાદિ પ્રગટ
કરવાની ને સુખી થવાની આ રીત છે. સુખના રાહ અંદરમાં સમાય છે. બહારમાં
કાંઈ નથી.