Atmadharma magazine - Ank 280
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 47

background image
: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
ભગવાન ઋષભદેવ
તેમના પવિત્ર જીવનની આનંદકારી કથા
ભગવત્ જિનસેનસ્વામી રચિત મહાપુરાણના આધારે: લે. બ્ર. હરિલાલ જૈન
[લેખાંક દસમો]
દશ ભવથી ચૈતન્યની આરાધના કરતાં કરતાં આપણા ચરિત્રનાયક
અંતિમ અવતારરૂપે યોધ્યાનગરીમાં અવતરી ચુકયા છે ને ઈન્દ્રોએ
મેરૂપર્વત ઉપર તેમનો જન્માભિષેક કરી લીધો છે. ત્યારબાદ એ
જન્મોત્સવમાં શું–શું બન્યું–તે અહીં વાંચો.
અભિષેક પછી ઈન્દ્રાણીએ ભગવાનના શરીરને ઉત્તમ વસ્ત્રદ્વારા લૂછયું ને
અત્યંત હર્ષપૂર્વક સ્વર્ગમાંથી લાવેલા વસ્ત્રાભૂષણો જગત્ગુરુ ભગવાન ઋષભકુમારને
પહેરાવ્યા, અને ઘણા આદરપૂર્વક ભગવાનના લલાટ પર તિલક કર્યું. પરંતુ જગતના
તિલકસ્વરૂપ એવા ભગવાનની શોભા શું તે તિલક વડે હતી? નહીં! ઊલ્ટું તે તિલક
ભગવાનને લીધે શોભતું હતું. જગતના મુગટસ્વરૂપ એવા ભગવાનને મુગટ વગેરે
અનેક દૈવી આભૂષણો ઈન્દ્રાણીએ પહેરાવ્યાં. ભગવાનના કાન વગર વિંધ્યે જ છિદ્રવાળાં
હતા, તેમાં ઈન્દ્રાણીએ ઉત્તમ મણિમય કુંડલ પહેરાવ્યાં.
એ પ્રમાણે વસ્ત્રાલંકારથી શોભિત ભગવાનના અદ્ભુત રૂપને દેખીને સ્વયં
ઈન્દ્રાણીને પણ મહાન આશ્ચર્ય થયું. ઈન્દ્ર પણ આશ્ચર્યથી ભગવાનનું રૂપ જોવા લાગ્યો,
પરંતુ બે આંખોવડે તેને સન્તોષ ન થયો તેથી એક હજાર આંખો બનાવીને તે
ભગવાનનું રૂપ જોવા લાગ્યો. અને પછી તે ઈન્દ્રાદિ દેવો તીર્થંકર ભગવાનની સ્તુતિ
કરવા લાગ્યા: હે દેવ! અમને પરમ આનંદ દેવા માટે આપનો અવતાર છે. આપનાં
વચનકિરણોવડે અમારા અંતરનો અજ્ઞાનઅંધકાર નષ્ટ થાય છે. પ્રભો! આપ દેવોમાં
આદિ દેવ છો, આપ ત્રણ જગતના આદિ ગુરુ છો, આપ આદિ વિધાતા (વિધિના
સમજાવનાર) છો, અને આપ ધર્મના આદિ નાયક છો. આપ જ જગતના પિતા છો.
પ્રભો, આપ તો પવિત્ર જ છો, પરંતુ પાપથી મલિન એવું આ જગત આપના
જન્માભિષેક