Atmadharma magazine - Ank 280
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 47

background image
: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૧ :
તે શુદ્ધ રત્નની ખાણ હતી ને કરોડો મહાપુરુષરૂપી અમૂલ્ય રત્નો તેણે ઉત્પન્ન કર્યા હતા.
તેની બાજુના પ્રદેશમાં સરયૂ નદી વહેતી હતી.
ભગવાનને લઈને ઈન્દ્ર અયોધ્યા આવ્યા અને નાભિરાજાના મહેલમાં સિંહાસન
પર બિરાજમાન કર્યા. તે પ્રિયદર્શન ભગવાનને દેખીને નાભિરાજાનું શરીર હર્ષથી
રોમાંચિત થયું; ને માયામયી નિદ્રા દૂર થતાં માતા મરુદેવી પણ હર્ષપૂર્વક ભગવાનને
દેખવા લાગ્યા. ત્યારબાદ માતાપિતાએ પ્રસન્નચિત્તથી ઈન્દ્ર–ઈન્દ્રાણી સામે જોયું; ને ઈન્દ્ર–
ઈન્દ્રાણીએ મહામૂલ્ય આભૂષણો અર્પણ કરીને માતાપિતાનું સન્માન કર્યું. તથા સ્તુતિ
કરી કે આપ મહાન ધન્ય છો, લોકમાં સૌથી શ્રેષ્ઠ પુત્ર આપને ત્યાં અવતર્યો છે. આપ
જગતના ગુરુના પણ ગુરુ (માતા–પિતા) છો, આપ અનેક કલ્યાણને પ્રાપ્ત કરનારા છો.
આપનો મહેલ આજે જિનાલય સમાન પૂજ્ય છે, ને આપ પણ પૂજ્ય છો.
સ્તુતિ કર્યા બાદ ઈન્દ્રે ભગવાનના જન્માભિષેક ઉત્સવની ઉત્તમ કથા કરી, તે
સાંભળીને માતા–પિતાને પરમ હર્ષને આશ્ચર્ય થયું. તેમણે નગરજનોની સાથે મહાન
વિભૂતિ સહિત અયોધ્યાપુરીમાં ફરીને ભગવાનનો જન્મોત્સવ કર્યો. તે વખતે
અયોધ્યાનગરી સ્વર્ગપુરી સમાન શોભતી હતી, આખા જગતને આનંદિત કરનારો
ઉત્સવ અયોધ્યાપુરીમાં થયો. નગરજનોનો આનંદ દેખીને ઈન્દ્રે પણ આનંદ નામના
નાટકવડે પોતાનો આનંદ પ્રગટ કર્યો, ને અદ્ભુત તાંડવનૃત્ય કર્યું. નાટકદ્વારા
ભગવાનના મહાબલ વગેરે દશ ભવ તથા ગર્ભકલ્યાણક અને જન્મકલ્યાણકનાં દ્રશ્યો
દેખાડ્યાં; એ વખતે ગંભીર શબ્દોથી એક સાથે કરોડો વાજાં વાગતાં હતા...ને ઈન્દ્ર હજાર
હાથ તથા હજાર નેત્ર બનાવીને આનંદનૃત્ય કરતો હતો, તેની આંગળી ઉપર દેવીઓ
નાચતી હતી. ઈન્દ્રનું આ
શ્ચર્યકારી નૃત્ય જોઈને મહારાજા અને મહાદેવી ચકિત થયા.
ઈન્દ્રોએ જગતમાં શ્રેષ્ઠ એવા ભગવાનનું ‘વૃષભદેવ’ નામ રાખ્યું. वृष એટલે ઉત્તમધર્મ
તેના વડે (भाति) શોભાયમાન હોવાથી તીર્થંકર ભગવાનને ઈન્દ્રે ‘વૃષભસ્વામી’ કહ્યા
અથવા ભગવાનને ‘પુરુદેવ’ નામથી પણ સંબોધ્યા. અને ભગવાન જેવડા જ રૂપવાળા
દેવકુમારોને તથા દેવીઓને ભગવાનની સેવામાં રાખીને ઈન્દ્રો પોતપોતાના સ્વર્ગમાં
ગયા. તે દેવીઓ ભગવાનને નવડાવવા, ખવરાવવા, વસ્ત્રાભૂષણ પહેરાવવા–વગેરે
કાર્યોવડે એ બાલતીર્થંકરની સેવા કરતી હતી.
ભગવાનની બાલચેષ્ટા
ભગવાન ઋષભદેવની બાલચેષ્ટાઓ આશ્ચર્યકારી હતી; ક્્યારેક તેઓ મંદ મંદ