Atmadharma magazine - Ank 280
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 47

background image
: ૨૦ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
શિલાન્યાસ પ્રસંગે વીસ વર્ષ પહેલાં વીંછીયા આવેલા ત્યારે આ જસદણદરબારે પણ રૂા.
૧૦૦૧) વીંછીયા જિનમંદિર માટે અર્પણ કર્યા હતા...આજે તેઓ પોતાના ગામમાં
ગુરુદેવના પ્રવચનાદિનો લાભ લઈ રહ્યા છે. બપોરે પ્રવચન પછી અનેક ભક્તો બાજુનું
ગોખલાણા ગામ જોવા ગયા હતા...ને ત્યાં પૂ. બેનશ્રી–બેને દેવ–ગુરુની ભક્તિ કરાવી
હતી. (ગોખલાણા તે પૂ. શ્રી શાન્તાબેનના વડવાઓનું વતન હતું.) બીજે દિવસે
સવારના પ્રવચન બાદ પ્રતિષ્ઠાવિધિમાં કેવળજ્ઞાનાદિ ૬૪ ઋદ્ધિધારી મુનિવરોનું
પૂજનવિધાન થયું હતું. રાજકુટુંબના રાણી વગેરેએ ગુરુદેવને આહારદાન આપ્યું હતું, ને
તે પ્રસંગે ગુરુદેવે તેમને પૂ. બેનશ્રી–બેન જેવા ધર્માત્માઓ જસદણમાં અત્યારે બિરાજે છે
તે સંબંધી કેટલોક મહિમા સમજાવ્યો હતો. વદ સાતમે સવારમાં ગુરુદેવના
આશીર્વાદપૂર્વક ઈન્દ્રપ્રતિષ્ઠા તથા પંચપરમેષ્ઠીપૂજન (યાગમંડલવિધાન), જલયાત્રા
તથા વેદીશુદ્ધિ વગેરે વિધિ થઈ હતી. પ્રતિષ્ઠામાં ૯ ઈન્દ્ર–ઈન્દ્રાણી હતા.
પોષ વદ આઠમની સવારમાં જસદણના જિનાલયમાં દેવાધિદેવ વર્ધમાન પ્રભુની
મંગલપ્રતિષ્ઠા ઉલ્લાસકારી વાતાવરણ વચ્ચે ગુરુદેવે ભક્તિપૂર્વક કરી; તે ઉપરાંત
ભગવાન આદિનાથપ્રભુ તથા જિનવાણીમાતાની પણ મંગલપ્રતિષ્ઠા કરી. વીંછીયાનું આ
નાનકડું જિનમંદિર દરબારગઢ પાસેના ચોકમાં આવેલું છે, ઉપરના ભાગમાં (ઉમરાળા
જેવી દેરીમાં) ભગવંતો બિરાજે છે. આ રીતે જસદણના જિજ્ઞાસુઓની ઘણા વર્ષની
ભાવના પૂરી થઈ. ત્યારબાદ શાંતિયજ્ઞ તથા ભગવાનની રથયાત્રા નીકળી હતી. આ
રીતે જસદણમાં જિનેન્દ્રદેવની વેદીપ્રતિષ્ઠા કરીને બીજે દિવસે સવારમાં ભગવાનના
દર્શન–સ્તવન કરીને ગુરુદેવ આંકડિયા ગામે પધાર્યા.
– * –
સં. ૨૦૧૩ ના ફાગણમાં ગુરુદેવે તીર્થાધિરાજ સમ્મેદશિખરજીની યાત્રા કરાવી, અને આજે દશ
વર્ષે ફાગણ માસમાં ફરી જેને ભેટવા ગુરુદેવ જઈ રહ્યા છે...તેનું મધુર સંભારણું.