Atmadharma magazine - Ank 280
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 47

background image
: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૭ :
થયા હતા. તેમાં શરૂઆતમાં કુમારિકા–દેવીઓ દ્વારા મંગલાચરણરૂપે નેમપ્રભુની સ્તુતિ
થઈ હતી. ત્યારબાદ અહમિન્દ્રોની સભામાં નેમપ્રભુના જીવ સાથે બીજા દેવોની ચર્ચા;
ઈન્દ્રસભામાં ભગવાનના ગર્ભકલ્યાણકની તૈયારી, પ૬ દિગ્કુમારી દેવીઓ દ્વારા માતાજી
શિવાદેવીની સેવા, માતાજીના ૧૬ મંગળ સ્વપ્નો વગેરે દ્રશ્યો થયા હતા. બીજે દિવસે
સવારમાં ૧૬ મંગલ સ્વપ્નોનું ફળ, પ્રભુના ગર્ભકલ્યાણકથી સર્વત્ર આનંદ, માતાજી
સાથે દેવીઓની તત્ત્વચર્ચા વગેરે દ્રશ્યો થયા હતા. ગામની જનતા પણ હરેક પ્રસંગે
પોતાનો આનંદ વ્યક્ત કરતી હતી. સાંજે જિનમંદિર–વેદી–કળશ–ધ્વજની શુદ્ધિ થઈ હતી;
ઈન્દ્ર–ઈન્દ્રાણીઓ ઉપરાંત, પૂ. બેનશ્રી–બેનના પવિત્ર હસ્તે કેટલીક મંગલ વિધિ થઈ
હતી. રાત્રે નેમકુમારના પૂર્વભવોનું દ્રશ્ય, તથા તત્ત્વચર્ચાનો સંવાદ, તેમજ ભક્તિ–
ભજનનો કાર્યક્રમ હતો. પોષ વદ ૧૩ ની સવારમાં ભગવાન નેમપ્રભુના
જન્મકલ્યાણકનો ઉત્સવ ઘણા આનંદથી ઉજવાયો હતો. સૌધર્મેન્દ્રની સભામાં
જન્મોત્સવની તૈયારી, તથા સમુદ્રવિજય મહારાજાના દરબારમાં જન્મમંગલની વધાઈ
અને આનંદમય ભક્તિ વગેરે દ્રશ્યો હર્ષ ઉપજાવતા હતા. જનતા ખુશખુશાલ હતી ને
નગરીનું વાતાવરણ સર્વત્ર ઉમંગમય હતું. આંકડિયાને માટે આ મહોત્સવ અભૂતપૂર્વ
હતો. સૌધર્મેન્દ્ર હાથી ઉપર આવ્યા ને જન્મધામ દ્વારિકાનગરીને પ્રદક્ષિણા દીધી,
શચીઈન્દ્રાણીએ બાલતીર્થંકરને તેડીને સૌધર્મેન્દ્રના હાથમાં આપ્યા, ને સૌધર્મેન્દ્ર
આશ્ચર્યપૂર્વક પ્રભુના રૂપને નીહાળી રહ્યા. પછી પ્રભુને હાથી ઉપર લઈને ઠાઠમાઠ ભરેલા
સરઘસપૂર્વક મેરૂપર્વતે તેડી ગયા; મેરુને પ્રદક્ષિણા કરી, ને પછી અત્યંત આનંદકારી
વાતાવરણ વચ્ચે પ્રભુનો જન્માભિષેક થયો; તેમાં પૂ. ગુરુદેવે પણ ભગવાનનો અભિષેક
કર્યો...એ દ્રશ્ય દેખીને સૌને ઘણો હર્ષ થયો. મેરુ ઉપર ભગવાન બહુ જ શોભતા
હતા...મોક્ષને સાધવા માટે જેમનો અવતાર છે એવા એ ભગવાનને જોતાં ભક્તો
આનંદિત થતા હતા. ધન્ય પ્રભો! આપનો આ છેલ્લો અવતાર છે. આપના અવતારનો
અંત થઈ ગયો...અભિષેક પછી ઈંદ્રાણીએ બાલતીર્થંકરને વસ્ત્રાભૂષણથી સુસજ્જિત
કર્યા...ને હાથી ઉપર બિરાજમાન કરીને નગરીમાં આવ્યા. ત્યાં ઈન્દ્રાએ અને ભક્તોએ
અતિશય ભક્તિથી નૃત્ય કરીને પોતાનો મહાન આનંદ વ્યક્ત કર્યો.
જિનેન્દ્ર–કલ્યાણકના આવા અવનવા ભાવભીનાં દ્રશ્યો દેખીને સૌ મુગ્ધ બનતા
હતા. સ્વ. બાલચંદભાઈના બંધુઓ શ્રી કપુરચંદભાઈ તથા ઝવેરચંદભાઈ તો પ્રસન્નતાથી
ગુરુદેવ સમક્ષ કહેતા હતા કે–આ તો ભારે સરસ છે...હૃદય હલાવી દ્યે તેવું છે. અનેકવિધ
સમજણ સહિત કલ્યાણકનાં દ્રશ્યો, અને જિનેન્દ્રદેવનો મહિમા નીરખતાં તેમને