: ૩૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
રાણપુરમાં મોક્ષની ક્રિયા
માહ સુદ ૨–૩ ના દોઢ દિવસમાં ત્રણ પ્રવચનદ્વારા ગુરુદેવે રાણપુરમાં
મોક્ષની ક્રિયા સમજાવી...તે અહીં આપી છે.
જ્ઞાનક્રિયા તે આત્માની ક્રિયા છે, તે ક્રિયા આત્માના સ્વભાવની જાત છે, એટલે
તે ક્રિયા તો મોક્ષનું કારણ થાય છે, તેથી તે ક્રિયાનો નિષેધ નથી. ત્યારે ક્રોધાદિભાવરૂપ
વિકારી ક્રિયા તો જ્ઞાનથી ભિન્ન છે, આત્માના સ્વભાવની ક્રિયા તે નથી, તે તો આત્માના
સ્વભાવથી વિરુદ્ધ ક્રિયા છે. તેથી તે ક્રિયા મોક્ષનું કારણ નથી પણ બંધનું કારણ છે, તેથી
તે ક્રિયાનો નિષેધ છે.
ભાઈ, તને મોક્ષનું કારણ થાય એવી ક્રિયા કઈ? તે સમજાવે છે. આત્માને જે
મોક્ષનું કારણ થાય તે આત્માની સાચી ક્રિયા છે; આત્માને જે બંધનું કારણ થાય તે તેની
સાચી ક્રિયા નથી.
આત્મા જ્યારે પોતાના સ્વરૂપમાં એકાગ્ર થાય છે ત્યારે તેનામાં જ્ઞાનક્રિયા તો
રહે છે. પણ ક્રોધાદિના કર્તૃત્વરૂપ ક્રિયા છૂટી જાય છે. માટે ક્રોધાદિનું કર્તૃત્વ તે આત્માની
ખરી ક્રિયા નથી. રાગ કે જે આત્માને બધંનું કારણ છે તેના કર્તૃત્વમાં જે અટકે તે જીવ
મોક્ષને કઈ રીતે સાધશે? મોક્ષને સાધવાની ક્રિયા તો રાગ વગરની છે.
આત્માની જ્ઞાનક્રિયા સ્વતંત્ર છે, તેમાં બીજાની ઓશિયાળ નથી. જડની ક્રિયા તો
આત્માની છે જ નહિ. જ્ઞાનક્રિયા સ્વાધીન હોવાથી સુગમ છે; દેહાદિની ક્રિયા તો
ત્રણકાળમાં આત્માની થઈ શકતી નથી, કેમકે જડની ક્રિયા ચેતનની કદી થઈ શકે નહીં.
ચૈતન્યનું ભાન કરીને, રાગ વગરની જ્ઞાનક્રિયાવડે અનંતા જીવો મોક્ષને પામ્યા છે.
આઠવર્ષના બાળક પણ આવી ક્રિયાવડે મોક્ષ પામી શકે છે. આ સિવાય રાગની કે જડની
કોઈ ક્રિયાવડે આત્મા કદી મોક્ષ પામે નહીં.
જેને રાગનો પ્રેમ છે તેને જ્ઞાન પ્રત્યે દ્વેષ છે. ને જેને જ્ઞાનનો પ્રેમ જાગે તેને
રાગનો પ્રેમ રહેતો નથી. રાગની ક્રિયા મારી ને હું તેનો કર્તા, એમ જે જીવ