વાર્ષિક લવાજમ
આત્માનો અનુભવ કરીને સમ્યગ્દર્શન પ્રગટ નહિ કરું તો મારો
ક્્યાંય છૂટકારો નથી. અરે જીવ! વસ્તુના ભાન વગર તું ક્્યાં
જઈશ? તને સુખશાંતિ ક્્યાંથી મળશે? તારું સુખશાંતિ તારી
વસ્તુમાંથી આવશે કે બહારથી? તું ગમે તે ક્ષેત્રે જા, પણ તું તો
તારામાં જ રહેવાનો, અને પરવસ્તુ પરવસ્તુમાં જ રહેવાની.
પરમાંથી ક્્યાંયથી તારું સુખ નથી આવવાનું. સ્વર્ગમાં જઈશ
તો ત્યાંથી પણ તને સુખ નથી મળવાનું. સુખ તો તને તારા
સ્વરૂપમાંથી જ મળવાનું છે...માટે સ્વરૂપને જાણ. તારું સ્વરૂપ
તારાથી કોઈ કાળે જુદું નથી, માત્ર તારા ભાનના અભાવે જ
તું દુઃખી થઈ રહ્યો છે. તે દુઃખ દૂર કરવા માટે ત્રણે કાળના
જ્ઞાનીઓ એક જ ઉપાય બતાવે છે કે “આત્માને ઓળખો.”