: ૩૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
સંપાદકનો પત્ર
પ્રિય બાલબંધુઓ, હાલ પૂ. ગુરુદેવ સાથે મંગલ–પ્રવાસમાં હોવાથી જોકે તમને
નવા પ્રશ્નોત્તર વગેરે આપી શકાતું નથી, તેમજ તમારા પત્રોના જવાબ પણ આપી
શકાતા નથી, પરંતુ દરેકેદરેક ગામે આપણા બાલવિભાગના કોઈ ને કોઈ સભ્યો જરૂર
મળે છે ને ઘણો જ આનંદ વ્યક્ત કરે છે, તથા બાલવિભાગના બધા સભ્યોને પણ
પ્રેમથી યાદ કરે છે. બાલવિભાગના આપણા બંધુઓને દેખીને તથા ધર્મ પ્રત્યેની આવી
લાગણી દેખીને પ્રસન્નતા થતી હતી. તમને જાણીને આનંદ થશે કે આંકડિયાના
પંચકલ્યાણકમાં ભગવાનની દીક્ષા વખતે, આપણા બાલવિભાગના બાળકો લૌકાંતિક
દેવ બન્યા હતા. ગામેગામ બાલવિભાગના કોઈને કોઈ સભ્યો મળે છે, તેમને દેખીને
આનંદ થાય છે. તમારા ગામમાંય ગુરુદેવ પધારે ત્યારે હોંશથી લાભ લેજો. બંધુઓ,
જીવનમાં નાનપણથી જ ધર્મના ઊંચા સંસ્કાર રેડાય–એ ખૂબ જ લાભકારી છે.
બાળકોમાં ધર્મના સંસ્કાર રેડાય તે માટેની ખાસ ભાવનાથી ઠેઠ રાજસ્થાનમાં જયપુર
પાસે રામગઢના એક જૈનવિદ્યાલયે બધા બાલસભ્યોને એક ભેટ પુસ્તક આપેલ છે; તે
અનુસાર ભગવાન ઋષભદેવનું દશ ભવનું ઉત્તમ જીવનચરિત્ર બધા બાલસભ્યોને
આપવાનું છે. કદાચ તે તમને મળી પણ ગયું હશે; –નહિતર થોડા જ દિવસમાં મળી
જશે. તમે ઉત્સાહથી વાંચજો ને એ પ્રભુના પવિત્ર જીવનનું અનુકરણ કરજો. હમણાં
પ્રવાસમાં હોવાને કારણે બાલવિભાગની વ્યવસ્થામાં જરા ઓછું ધ્યાન આપી શકાય છે;
તેથી કેટલાક સભ્યોને જન્મદિવસનું કાર્ડ તથા ફોટો નથી મળ્યા; બંધુઓ, બાલવિભાગ
શરૂ થયા પછી જે સભ્યોનો જન્મદિવસ આવી ગયો હોય, ને હજી સુધી એક્કેયવાર
તમને ફોટો કે કાર્ડ ન મળ્યું હોય તો તમારા સભ્ય નંબર અને જન્મદિવસ સહિત અમને
લખશો; એટલે વૈશાખ સુદ બીજ સુધીમાં તમને જરૂર ભેટ મળી જશે. તમે આનંદથી ને
તો
તમને યાદ હશે જ! કોઈ ભૂલી ગયા છો કે? –તો ફરી યાદ કરીએ– એક હંમેશા
રસ લેવો. ધર્મનું સારૂં સારૂં વાંચન કરવું. હિંમતનગરમાં મોટો ઉત્સવ થઈ રહ્યો છે, તેના
સમાચાર લઈને આવતા મહિને મળીશું. પત્રવ્યવહાર સોનગઢના જ સરનામે કરશો.
जयजिनेन्द्र (–તમારો ભાઈ.)