: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૯ :
––: નવા પ્રશ્નો:– –
પ્ર. (૧) એકવાર એક પુસ્તક વાંચતાં
વાંચતાં ગુરુદેવે પૂછયું –
બંધાયેલ હોય તે ચારેકોર ફરે,
ને છૂટે તે એક ઠેકાણે સ્થિર રહે.
– એ કોણ? તે શોધી કાઢો.
પ્ર. (૨) ચાર અક્ષરનું એક શહેર –
ઘણું સુંદર ને ઘણું રળિયામણું;
જૈનધર્મની જાહોજલાલીથી ભરપૂર;
મોક્ષમાર્ગપ્રકાશકની એ જન્મભૂમિ;
હિંદી સમયસારની પણ એ જ
જન્મભૂમિ.
સૌરાષ્ટ્રના જિનમંદિરોમાં ઘણા
ખરા ભગવંતો તે નગરીમાંથી આવ્યા છે.
આ મહિને ગુરુદેવ એ નગરીમાં
પધારીને મહાન ધર્મપ્રભાવના કરશે. –તો
એ નગરી કઈ? તે શોધી કાઢો...ને
એકવાર એ નગરી જરૂર જોજો.
પ્ર. (૩) ૨૪ તીર્થંકરોમાંથી ‘મ’
ઉપર જેટલા ભગવાનનાં નામ આવતા
હોય તે ભગવાનને શોધી કાઢો.
પહેલી તારીખ સુધીમાં જવાબ લખશો.
––: તમને શું ગમે? :––
એક વાર બાલવિભાગના એક
સભ્ય ભાઈ બાલવિભાગની ઓફિસે
મળવા આવ્યા; ને કામકાજમાં મદદ
કરવાની ભાવના વ્યક્ત કરી.
બાલવિભાગના ઘણા સભ્યો જ્યારે
સોનગઢ આવે ત્યારે બાલવિભાગના કામને
પોતાનું જ સમજીને તેમાં મદદ કરવાની
ભાવના વ્યક્ત કરે છે, ને જે કામ સોંપાય
તે હોંશથી કરી આપે છે; સાથેસાથે થોડીક
ધર્મચર્ચા પણ આનંદથી કરે છે. ઉપરોક્ત
ભાઈ (જેમનું નામ ભરત) તેણે પણ
હોંશથી કહ્યું કે કંઈક ધર્મચર્ચા કરો. તે
વખતે પ્રવાસની તૈયારીઓ ચાલતી હતી
તેથી કહ્યું –ભાઈ, વિશેષ ટાઈમ તો નથી
પણ હું એક નાનકડો પ્રશ્ન લખી આપું છું,
ને તમે વિચાર કરીને ૨૪ કલાકમાં તેનો
જવાબ લખી આપશો. તમારો જવાબ સારો
હશે તો આત્મધર્મમાં છાપીશું. પ્રશ્ન હતો કે–
“તમને શું ગમે?” ભરતજી તો કહે કે સાવ
સહેલો પ્રશ્ન છે, હમણાં જ જવાબ મોકલું છું.
એમ કહીને એ તો ગયા તે ગયા...આજ
૨૪ કલાકને બદલે ૨૪ દિવસ વીત્યા, પણ
હજી જવાબ નથી આવ્યો. તો બંધુઓ, હવે
તમે લખી મોકલો કે ‘તમને શું ગમે?’
જવાબ જેમ બને તેમ ટૂંકમાં લખવો.
ભરતજી! તમેય જવાબ લખજો.
સરનામું –
આત્મધર્મ બાલવિભાગ
સોનગઢ (સૌરાષ્ટ્ર)