ભ્રમથી મોક્ષનું સાધન માનીને સાધે છે. આ રીતે અજ્ઞાની આગમી કે અધ્યાત્મી નથી.
તેને ‘આગમી’ પણ કેમ ન કહ્યો?
‘આગમી’ ન કહ્યો. અહીં ‘આગમી’ એટલે ‘આગમપદ્ધત્તિવાળો’ એવો અર્થ નથી, પણ
આગમી એટલે ‘આગમપદ્ધત્તિનો જ્ઞાતા’ એવો અર્થ થાય છે. અજ્ઞાની આગમપદ્ધત્તિને
પણ ઓળખતો નથી. વિકાર પોતે કરે છે, ને કર્મ તેમાં નિમિત્ત છે, તે કર્મ કાંઈ વિકાર
કરાવતું નથી; છતાં અજ્ઞાની પોતાના દોષનું ઉત્પાદક પર દ્રવ્યને માને છે. પોતાના
ગુણદોષનું ઉત્પાદક પર દ્રવ્યને માનવું તે તો મોટી અનીતિ છે. દરેક વસ્તુ અને તેનાં
પરિણામ પરથી નિરપેક્ષ ને પોતાથી સાપેક્ષ છે– એવો અનેકાન્ત છે; આવું વસ્તુસ્વરૂપ
સમજે તો પોતાના ગુણ–દોષ પરને લીધે ન માને એટલે એકતાબુદ્ધિથી પરમાં રાગદ્વેષ ન
થાય. તે જીવ ભેદજ્ઞાન વડે પરથી પૃથક્ થઈ પરથી નિરપેક્ષ થઈ સ્વતરફ વળે ને
સ્વાપેક્ષપણે એટલે કે સ્વાશ્રય વડે મોક્ષમાર્ગ પ્રગટ કરે. પુદ્ગલના પરિણામ પણ તેનાથી
પોતાથી સાપેક્ષ છે ને બીજાથી નિરપેક્ષ છે. જગતના બધા પદાર્થોને અને તેની પર્યાયોને
પરમાર્થે સ્વથી સાપેક્ષપણું છે, કેમકે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી;
પર્યાય તે પણ વસ્તુની પોતાની તે પ્રકારની શક્તિ છે, તે પણ ખરેખર પરની અપેક્ષા
રાખતી નથી. આવા વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી; માટે તે આગમી પણ નથી
ને અધ્યાત્મી પણ નથી; ને તે મોક્ષમાર્ગને સાધી શકતો નથી.