Atmadharma magazine - Ank 281
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 53

background image
: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
ભાગમાં શાંતિનાથપ્રભુના ખડ્ગાસન પ્રતિમાજીની પ્રતિષ્ઠા (રૂા. વીસહજાર ને એકમાં
ઉછામણી લઈને) તલોદના ભાઈશ્રી કોદરલાલ હાથીચંદે કરી હતી. આ ઉપરાંત બીજા
ભગવંતોની તેમ જ જિનવાણી માતાની અને મંદિરના કલશ–ધ્વજની ઉછામણી પણ
બીજા ભાઈઓએ ઘણા ઉત્સાહપૂર્વક લીધી હતી. આમ ઘણા જ ઉત્સાહપૂર્વક સૌએ
પ્રતિષ્ઠામાં ભાગ લીધો હતો. જિનબિંબપ્રતિષ્ઠા પછી જિનમંદિર ઉપર સવાપાંચ ફૂટ
જેટલો ઉન્નત સોનેરી કળશ તથા ધ્વજ ચઢાવવામાં આવ્યા...ને કળશ–ધ્વજથી ભવ્ય
જિનમંદિર ખૂબ જ શોભી ઊઠ્યું. આ બધી વિધિ દરમિયાન જિનમંદિરના શિખરની
એકદમ નજીક આવીને હેલિકોપ્ટર–વિમાન આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કર્યા જ કરતું હતું...ને
ભક્તો આનંદથી એ પુષ્પોને ઝીલવા પ્રયત્ન કરતા હતા.
પ્રતિષ્ઠા પછી મોટો શાંતિયજ્ઞ થયો ને બપોરના પ્રવચન પછી કાશીના પં. શ્રી
ફૂલચંદજી શાસ્ત્રીએ તથા ઈન્દોરના પં. શ્રી બંસીધરજી શાસ્ત્રીએ શ્રદ્ધાંજલિ રૂપે પ્રવચન
કર્યું. પંડિતજીએ ફરીને પણ કહ્યું કે જો જિનકા મત હૈ વોહી કાનજીકા મત હૈ, દિગંબર
જૈનધર્મકી આપકે દ્વારા મહાન પ્રભાવના હૂઈ હૈ ઔર હો રહી હૈ. ત્યારબાદ ઉત્સવની
પૂર્ણતાના ઉપલક્ષમાં ભગવાન જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીકળી હતી, ઘણા
ઉલ્લાસપૂર્વક આખી નગરીમાં રથયાત્રા ફરી હતી, ને પારસપ્રભુના રથના સારથી તરીકે
પૂ. શ્રી કહાનગુરુ શોભતા હતા. રથયાત્રાની શોભા જોવા આખું નગર ઉમટ્યું હતું. રાત્રે
જિનમંદિરમાં ભક્તિ થઈ હતી.
આમ હિંમતનગરના મુમુક્ષુભાઈઓએ થોડી સંખ્યા હોવા છતાં મોટો
પ્રતિષ્ઠામહોત્સવ ઉજવ્યો ને ઘણી હિંમતપૂર્વક સફળતાથી શોભાવ્યો. ગુજરાતના
આસપાસના ઘણા મુમુક્ષુ ભાઈઓનો ખૂબ જ ઉમંગભર્યો સાથ ને સહકાર મળ્‌યો હતો.
દેશભરમાંથી દશહજાર ઉપરાંત ભક્તજનોએ આવીને ઉત્સવને શોભાવ્યો હતો.
ફત્તેપુરના ભાઈશ્રી બાબુભાઈએ પણ હરેક પ્રકારની વ્યવસ્થામાં દોરવણી આપીને સૌના
ઉત્સાહમાં બળ પૂર્યું હતું.
બીજે દિવસે માહ સુદ બારસની સવારમાં જિનેન્દ્રભગવંતોના દર્શન–સ્તવન
કરીને પૂ. ગુરુદેવે હિંમતનગરથી અમદાવાદ પ્રસ્થાન કર્યું. ત્યાંથી બપોરે સોનગઢ તરફ
પ્રસ્થાન કર્યું... વચ્ચે ઓમકારનદી આવી. સોનગઢ જેમ જેમ નજીક આવતું ગયું તેમ
તેમ શાંત હૃદયોર્મિઓ જાગવા લાગી....ચાર વાગે સોનગઢ આવ્યા...ગુરુદેવે