Atmadharma magazine - Ank 281
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 53

background image
: ૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૩
વરસ્યો. બપોરે શ્રી જિનેન્દ્રભગવંતો ઉપર અંકન્યાસ થયા. ગુરુદેવે પણ જિનબિંબો ઉપર
ભક્તિથી અંકન્યાસના મંત્રાક્ષર લખ્યા. લગભગ ૨પ જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ. બપોરે
કેવળજ્ઞાનકલ્યાણક તથા સમવસરણની રચના વગેરે થયું. રાત્રે ભક્તિ–ભજન વગેરે
થયું.
માહ સુદ ૧૦ ની સવારમાં નિર્વાણકલ્યાણક વિધિ થઈ. તે પ્રસંગે સમ્મેદશિખર
પર્વતની રચના, તથા તેના ઉપર પાર્શ્વપ્રભુ શુક્લધ્યાનમાં બિરાજી રહ્યા છે ને
યોગનિરોધ કરીને નિર્વાણ પામે છે, ઈન્દ્રો નિર્વાણકલ્યાણકનો ઉત્સવ ઉજવે છે, તથા
યાત્રિકો સમ્મેદશિખર તીર્થની યાત્રા કરે છે–એ બધા દ્રશ્યો જોતાં આનંદ થતો હતો. આ
રીતે પાર્શ્વપ્રભુના જયકારપૂર્વક પંચકલ્યાણક પૂર્ણ થયા. –તે જગતને મંગલરૂપ હો.
પંચકલ્યાણક પૂર્ણ થતાં અત્યંત ભક્તિપૂર્વક ધામધૂમથી વાજતેગાજતે
જિનભગવંતોને જિનમંદિરમાં પધરાવ્યા...એ પ્રસંગના આનંદમેળાનું દ્રશ્ય ઘણું ભવ્ય
હતું. વીસ હજાર ઉપરાંત માણસોની ભીડ ચારેકોર ઉભરાતી હતી; હિંમતનગરની
જનતાનો મોટો ભાગ પ્રભુપ્રતિષ્ઠાનો ઉત્સવ જોવા ઉમટ્યો હતો. મંગલપ્રતિષ્ઠાની મંગલ
ઘડી આવી, ગુરુદેવે સુહસ્તે મંગલસ્વસ્તિક કર્યા ને પછી અત્યંત ભક્તિપૂર્વક પ્રભુચરણને
હસ્ત લગાવીને પ્રતિષ્ઠાનો પ્રારંભ કર્યો. હજારો ભક્તોના હર્ષનાદથી મંદિર ગૂંજી ઊઠયું,
મંગલ વાજાં વાગવા માંડ્યાં, હેલિકોપ્ટરે પુષ્પવૃષ્ટિ કરીને આકાશ ગજાવી મૂક્યું.
લગભગ બે કલાક સુધી આકાશમાંથી જિનમંદિર ઉપર પુષ્પવૃષ્ટિ થઈ, જુદા જુદા
ભક્તજનો હેલિકોપ્ટરમાં બેસીને પુષ્પવૃષ્ટિ કરતા હતા–એ દ્રશ્ય દેખીને વાતાવરણ
ઉત્સાહમય બની જતું હતું. તેમાંય જ્યારે પૂ. બેનશ્રી ચંપાબેન અને પૂ. બેન શાન્તાબેન
એ બંને પવિત્ર બહેનોએ હેલિકોપ્ટરમાં બેસીને આકાશમાંથી જિનમંદિર ઉપર પુષ્પવૃષ્ટિ
કરી...ત્યારે તો પ્રભુના કલ્યાણક પ્રસંગની રત્નવૃષ્ટિનાં દ્રશ્યો તાજા થતા હોય–એમ
ભક્તો આનંદિત થતા હતા. વીસથી પચીસ હજાર જેટલા માણસોના અત્યંત
ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા થઈ. મૂળનાયક ભગવાન
મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા ઝીંઝવાના ભાઈશ્રી પોપટલાલ હાથીચંદ તથા જાંબુડીના
ભાઈશ્રી લીલાચંદ પદમશીએ (રૂા. પ૩પ૦૧ માં ઉછામણી લઈને) કરી હતી. બાજુમાં
શ્રી ચંદ્રપ્રભ ભગવાનની પ્રતિષ્ઠા (રૂા. ૧૮પ૦૧ માં ઉછામણી લઈને) નનાનપુરના
ભાઈશ્રી સોમચંદ હેમચંદે કરી હતી; પદ્મપ્રભુની પ્રતિષ્ઠા (રૂા. ૧૮પ૦૧ માં ઉછામણી
લઈને) નનાનપુરના ભાઈશ્રી છબાલાલ નેમચંદે કરી હતી. અને ઉપરના