Atmadharma magazine - Ank 281
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 53

background image
: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : પ :
૧૦૦ રાજાઓની ઉછામણી થઈ, સૌને રાજદરબારમાં બેસવાની એવી હોંશ કે ૧૦૦
રાજાઓની ઉછામણી તો એક ઘડીકમાં થઈ ગઈ ને વધુ ને વધુ માગણી પણ ચાલુ રહી.
રાત્રે ૧૦૦ રાજાઓની ભવ્ય રાજસભા થઈ હતી. પિતાજી વગેરેએ લગ્ન માટે
પારસકુમારને કહ્યું પણ વૈરાગી પારસકુમારે આયુ વગેરેની અલ્પતા જાણીને તેનો
અસ્વીકાર કર્યો. બીજે દિવસે (માહ સુદ ૮) સવારમાં અયોધ્યાના રાજદૂત દ્વારા
અયોધ્યાપૂરીનું ને ત્યાં થયેલા તીર્થંકરોનું વર્ણન સાંભળતાં પ્રભુને જાતિસ્મરણ સહિત
વૈરાગ્ય થયો ને મુનિદશા લેવા તૈયાર થયા. લૌકાંતિક દેવોએ આવીને સ્તુતિ કરી તથા
વૈરાગ્યને અનુમોદન આપ્યું...ને ઈન્દ્રો પ્રભુનો દીક્ષામહોત્સવ કરવા વનમાં લઈ ગયા.
દીક્ષાયાત્રા ઘણી મહાન હતી; છ સાત હજાર ભક્તો પ્રભુની સાથે સાથે દીક્ષાવનમાં જઈ
રહ્યા હતા. “
नमः सिद्धेभ्य કહીને, કેશલોચ કરીને પ્રભુ દીક્ષીત થયા, ત્યારબાદ તે
દીક્ષાવનમાં જ મુનિદશા પ્રત્યેની પરમભક્તિપૂર્વક પૂ. કાનજીસ્વામીએ પ્રવચનમાં એ
દશાની ભાવનાનું ખૂબ ઘોલન કર્યું...મુનિદશાનો આવો મહિમા સાંભળતાં શ્રોતાજનો
મુગ્ધ થઈ જતા હતા. દીક્ષા પછી મુનિભક્તિ થઈ હતી. દીક્ષાના આ વૈરાગ્ય પ્રસંગે અનેક
ભાઈ–બહેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી હતી; તેમાં ફત્તેપુર દિ. જૈન પાઠશાળાના
શિક્ષિકાબહેન લલિતાબેન (ઉ. વ. ૩૦) જેઓ બાલબ્રહ્મચારી છે–તેમણે પણ આજીવન
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી હતી. રાત્રે ચિત્રોદ્વારા પાર્શ્વનાથપ્રભુના પૂર્વભવોનું દિગ્દર્શન પં.
શ્રી નાથુલાલજીએ કરાવ્યું હતું. વેર સામે ક્ષમાનું ઉત્તમ ઉદાહરણ પાર્શ્વનાથપ્રભુના
જીવનમાં છે, ક્ષમાનો મહાન બોધ એ જીવન આપી રહ્યું છે. અનેક ભવ સુધી ક્રોધપૂર્વક
ઉપસર્ગ કરવા છતાં અંતે પારસપ્રભુની પરમક્ષમા પાસે એ કમઠના ક્રોધની હાર થાય છે,
ને ઘોરાતિઘોર ઉપદ્રવ સામે પણ અડગ આત્મધ્યાનમાં મગ્ન પાર્શ્વનાથપ્રભુ જ્યારે
કેવળજ્ઞાન પામે છે ત્યારે કમઠનો જીવ (સંવરદેવ) ક્રોધ છોડી પશ્ચાત્તાપપૂર્વક પ્રભુ પાસે
ક્ષમા માંગે છે ને અંતે ધર્મ પામે છે–‘પારસના સંગે એ પથરો પણ સુવર્ણ બની જાય છે.’
–પારસપ્રભુના જીવનના ક્ષમાપ્રેરક પ્રસંગો ધૈર્ય, ક્ષમા ને ધર્મદ્રઢતા જગાડતા હતા. –
આઠદશ હજાર માણસોની સભા થતી હતી.
બીજે દિવસે ભગવાન પારસમુનિરાજના આહારદાનનો પ્રસંગ બન્યો; ભક્તોએ
અત્યંત ભક્તિપૂર્વક આહારદાન દીધું ને બીજા ચાર–પાંચ હજાર ભક્તોએ અનુમોદન
કર્યું. આહારદાનની ખુશાલીમાં એકકોર રત્નવૃષ્ટિ થઈ તો બીજીકોર દાનનો વરસાદ