: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
પરમ શાંતિ દાતારી
અધ્યાત્મ ભાવના
(અંક ૨૮૦ થી ચાલુ) (લેખાંક ૪૭)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(વીર સં. ૨૪૮૨ શ્રાવણ સુદ એકમ: મંગળવાર: સમાધિશતક ગા. ૮૧)
હવે શિષ્ય પૂછે છે કે હે નાથ! આપે આત્મામાં સ્થિરતાનો અભ્યાસ કરવાનું કહ્યું ણ તે
તો વ્યર્થ લાગે છે, આત્માના અભ્યાસમાં પરિપકવ થવાનો ઉદ્યમ કરવાની કાંઈ જરૂર
લાગતી નથી, કેમ કે શરીર અને આત્મા ભિન્ન છે–એવી ધારણાથી અથવા એવું
સાંભળવાથી અથવા સ્વયં બીજાને કહેવાથી જ મુક્તિ થઈ જશે! –પછી સ્થિરતાનો ઉદ્યમ
કરવાનું શું પ્રયોજન છે? –શિષ્યના આવા પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય પૂજ્યપાદ સ્વામી કહે
છે–
श्रृण्वन्नप्यन्यतः कामं वदन्नपि कलेवरात्।
नात्मानं भावयेद्भिन्नं यावत्तावन्न मोक्षभाक्।८१।
દેહ અને આત્મા જુદા છે એમ વારંવાર ઈચ્છાપૂર્વક સાંભળવા છતાં, તથા
બીજાને કહેવા છતાં, અને એવી ધારણા કરવા છતાં, જ્યાંસુધી પોતે અંતર્મુખ થઈને આ
કલેવરથી ભિન્ન આત્માને ભાવતો નથી–અનુભવતો નથી ત્યાં સુધી જીવ મુક્તિ પામતો
નથી.
દેહથી આત્મા જુદો છે–એવી વાણી ગુરુ પાસે લાખો વરસ સુધી સાંભળે અને
પોતે પણ લાખો માણસોની સભામાં તેનો ઉપદેશ કરે, તે તો બંને પર તરફની
આકુળવૃત્તિ છે. વાણી તો પર છે–અનાત્મા છે, તેના આશ્રયે આત્માની પ્રાપ્તિ થતી નથી.
વાણી સાંભળવાનો ને કહેવાનો અભ્યાસ તે કાંઈ સ્વ–અભ્યાસ નથી, એટલે તે કાંઈ
મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો સ્વ–અભ્યાસ છે; સ્વ–અભ્યાસ એટલે શું?
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને દેહથી ભિન્ન જાણીને, અંતર્મુખ થઈને વારંવાર એકાગ્રતાનો
અભ્યાસ કરવો તેનું નામ સ્વ–અભ્યાસ છે, ને તે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે. અંતર્મુખ
થઈને આવી આત્મભાવના જે કરે તેણે શ્રીગુરુનો ઉપદેશ