PDF/HTML Page 41 of 41
single page version
ATMADHARMA Regd. No. G. 182
રાજકોટમાં–
જૈન વિદ્યાર્થીઓ માટે ધાર્મિક શિક્ષણ વર્ગ
ઉનાળાની રજાઓ દરમ્યાન જૈન વિદ્યાર્થીઓ માટે દર વર્ષે સોનગઢમાં
ધાર્મિક શિક્ષણ વર્ગ ચાલે છે. જેમાં સેંકડો વિદ્યાર્થીઓ ધાર્મિક સંસ્કારનો લાભ લે
છે. આ વખતે વૈશાખ સુદ ૩ ના રોજ પૂ. ગુરુદેવ શ્રી કાનજી સ્વામી રાજકોટ
પધારવાના હોવાથી આ શિક્ષણ વર્ગ પણ ત્યાં જ પૂ. ગુરુદેવ શ્રી કાનજી સ્વામીની
છત્રછાયામાં ચાલશે. આવો ધાર્મિક શિક્ષણ વર્ગ રાજકોટમાં ચાલવાનો આ પ્રથમ
જ પ્રસંગ હોવાથી શ્રી રાજકોટ દિગંબર જૈન સંઘને ઘણો ઉત્સાહ છે.
શિક્ષણ વર્ગ તા. ૧૨–પ–૬૭ ને શુક્રવાર વૈશાખ સુદ ત્રીજથી શરૂ થશે અને
તા. ૩૧–પ–૬૭ ને બુધવાર વૈશાખ વદ ૮ સુધી ૨૦ દિવસ ચાલશે. તો રાજકોટના
આંગણે આ ધાર્મિક શિક્ષણ વર્ગમાં ભાગ લેવા માટે જૈન વિદ્યાર્થી ભાઈઓને
આમંત્રણ છે. આ શિક્ષણ વર્ગમાં ભાગ લેવા આવનાર બહાર ગામના વિદ્યાર્થીઓ
માટે રહેવા અને જમવાની સગવડ શ્રીસંઘ તરફથી કરવામાં આવશે. તેઓએ
પોતાના આવવાના ખબર અગાઉથી શ્રીસંઘને નીચેના સરનામે જણાવવા કૃપા
કરવી.
બહાર ગામના વિદ્યાર્થીઓને ખાસ અગત્યની સુચના છે કે પોતાનું બિછાનું
અને લોટો વગેરે સાથે લાવવા.
રાજકોટ શહેરના જૈન વિદ્યાર્થી ભાઈઓ કે જે આ શિક્ષણ વર્ગમાં ભાગ
લેવા ઈચ્છતા હોય તેઓને વિનંતી છે કે તેઓ શ્રીસંઘની ઓફિસે આવી વેલાસર
પોતાના ફોર્મ ભરી જાય.
ઠેકાણું:– લિ.
પંચનાથ પ્લોટ, શેરી નં. પ શ્રી દિગમ્બર જૈન સંઘ,
રાજકોટ. રાજકોટ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર)