હૃદયમાં ઘોળાતા હતા, એવા જ ભાવો પૂ. બેનશ્રીબેને આ સ્તવનમાં ભરી દીધા હતા.
કી જય હો...જય હો!
આનંદમંગલના ગીત ગાતાં ગાતાં દોઢ વાગે નીચે આવી પહોંચ્યા...ને મહાનસિદ્ધિધામની
યાત્રા કરાવનાર કહાન ગુરુના જયજયકારથી તીર્થધામ ગૂંજી ઊઠ્યું.
ફાગણ વદ બીજના રોજ તીર્થયાત્રાની ખુશાલીમાં જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીકળી
હતી, જિનરથના સારથિ તરીકે કહાનગુરુ શોભતા હતા, ને પાંડુકશિલા પર
જિનેન્દ્રદેવનો પ્રથમ અભિષેક ગુરુદેવના સુહસ્તે થયો હતો. રાત્રે જિનેન્દ્રભક્તિ થઈ
હતી, ફાગણ વદ ત્રીજ (તા. ૨૮ ના રોજ) બસના યાત્રિકો ચંપાપુરી–મંદારગિરિ
તીર્થની યાત્રાએ ગયા હતા. મંદારગિરિ–ચંપાપુરીમાં વાસુપૂજ્ય ભગવાનના પાંચ
કલ્યાણક થયા છે. દશ વર્ષ પહેલાંની તીર્થયાત્રામાં ફાગણ સુદ ૧૧ ના દિવસે ચંપાપુરીમાં
ગુરુદેવે વાસુપૂજ્ય પ્રભુનો અભિષેક કર્યો હતો ને ઘણા હર્ષોલ્લાસથી યાત્રા કરી હતી.
તા. ૨૮ ની બપોરે ગુરુદેવ વગેરે ઈસરી–આશ્રમમાં પધાર્યા હતા, ત્યાં દર્શન–ભક્તિ કર્યા
હતા. ફાગણ વદ (તા. ૨૯) ના રોજ ગિરડીહના સમાજની વિનંતિથી ગુરુદેવનું પ્રવચન
ગિરડીહમાં થયું હતું. ગિરડીહ જતાં વચ્ચે રસ્તામાં જાૃંભિકાગામની ઋજુવાલિકા નદી
આવે છે (જેને અત્યારે બરાકર નદી તરીકે ઓળખવામાં આવે છે)–તે નદી કિનારે
મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું હતું, તે મંગલ ક્ષેત્રનું અવલોકન કર્યું. તથા
પાર્શ્વનાથ ભગવાનના કેવળજ્ઞાનનો આજે મંગળ દિવસ હતો. આમ ક્ષેત્રમંગળ ને
કાળમંગળ ઉપરાંત ભાવમંગળનું સ્વરૂપ (એટલે કે સર્વજ્ઞદેવની પરમાર્થ સ્તુતિનું
સ્વરૂપ) સમયસારની ૩૧ મી ગાથા દ્વારા ગુરુદેવે સમજાવ્યું.