Atmadharma magazine - Ank 282
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 41

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૯ :
હતું. આ રીતે જાણે સિદ્ધધામમાં કેવળજ્ઞાનનો ઉત્સવ ઉજવાયો હતો. બપોરે પ્રવચન
પછી કેવળજ્ઞાન–કલ્યાણકને અનુલક્ષીને પાંડુક શિલાના સ્થાનેથી સમ્મેદશિખરજી
મહાતીર્થનું પૂજન થયું હતું. જાણે ફરીથી સિદ્ધિધામની યાત્રા જ કરતા હોઈએ એવા
ઉમંગથી ગુરુદેવ સાથે પૂજન કર્યું હતું. તીર્થ–પૂજન કરતાં ગુરુદેવને પણ ઘણી પ્રસન્નતા
થતી હતી. પૂ. બેનશ્રી–બેન વિધવિધ પ્રકારના પૂજન–ભક્તિવડે યાત્રિકોના ઉલ્લાસમાં
અનેરો રંગ પૂરતા હતા. અહીંથી શિખરજીનું પાવન દ્રશ્ય ઘણું જ મનોહર દેખાય છે, એક
છેડે ચંદ્રપ્રભુની ટૂંક ને બીજા છેડે પાર્શ્વપ્રભુની ટૂંક, તથા વચ્ચેની અનેક ટૂંક અહીંથી
દેખાય છે. મધુવનમાં સ. ગાથા ૭૨ ઉપર ગુરુદેવના સાત પ્રવચનો થયા; દરેક
પ્રવચનમાં ગુરુદેવ તીર્થરાજને યાદ કરીને કહેતા કે અહીં તો ઉપર અનંતા સિદ્ધભગવાન
બિરાજે છે; ભગવાનના આવા ધામમાં તો આત્માની ઊંચી વાત સમજવી જોઈએ ને!
ભગવાનના ધામમાં વારંવાર ભગવંતોને યાદ કરીને, હાથવડે ઉપરના સિદ્ધાલયનું
દિગ્દર્શન કરીને ગુરુદેવ સિદ્ધિનો પંથ દેખાડતા હતા. –આમ આનંદપૂર્વક છ દિવસ સુધી
ગુરુદેવ સાથે શિખરજી–સિદ્ધિધામમાં રહ્યા; ને ફાગણ વદ પાંચમે શિખરજી ધામના પુન:
પુન: દર્શન કરીને પાવાપુરી તીર્થધામ તરફ પ્રસ્થાન કર્યું.
પાવાપુરી–સિદ્ધિધામ: (ફા. વદ પાંચમ તથા છઠ્ઠ) ચંપાપુરી–મંદારગિરિ તીર્થની
યાત્રાએ ગયેલા યાત્રિકો તીર્થયાત્રા કરીને પાવાપુર પહોંચી ગયા હતા ને ગુરુદેવના
આગમનની રાહ જોતા હતા. સવારમાં ગુરુદેવ પધારતાં ઉમંગથી સ્વાગત કર્યું;
શરૂઆતમાં ગુરુદેવ જલમંદિરમાં પધાર્યા ને ભાવપૂર્વક દર્શન કરીને અર્ધ ચડાવ્યો. પછી
ધર્મશાળાના મંદિરે આવીને મહાવીરપ્રભુના દર્શન કર્યા. પાવાપુરી અતિશય રળિયામણું
સિદ્ધક્ષેત્ર છે. પદ્મસરોવર વચ્ચે જલમંદિરમાં વીરપ્રભુના ચરણો શોભે છે ને ભગવાનના
મોક્ષગમનની સ્મૃતિ તાજી કરાવે છે. આ પદ્મસરોવરના કાંઠે જ ધર્મશાળામાં સંઘનો
ઉતારો હતો. બપોરે પ્રવચનમાં સમયસારનો પહેલો કળશ વાંચ્યો હતો; ગુરુદેવ
સિદ્ધક્ષેત્રમાં સિદ્ધભગવંતોને વારંવાર યાદ કરતા હતા, સિદ્ધિનો માર્ગ દેખાડતા હતા.
પ્રવચન પછી ભવ્ય રથયાત્રા નીકળીને પદ્મસરોવરે ગઈ હતી ને ત્યાં ઉત્સાહપૂર્વક
જિનેન્દ્ર ભગવાનના પૂજન–અભિષેક થયા હતા. રાત્રે વીરપ્રભુજી સન્મુખ પૂ. બેનશ્રી–
બેને ભાવભીની ભક્તિ કરાવી હતી. વીરપ્રભુના મનોજ્ઞ પ્રતિમા જોતાં, જાણે કે
પાવાપુરીમાં મોક્ષગમન માટે મહાવીરપ્રભુ તૈયાર ઊભા હોય–એવું