પણ મંગળરૂપ છે. અને ષટ્ખંડાગમમાં તો વીરસેનસ્વામીએ એક વિશેષ વાત કરી છે કે
જે આત્મા તીર્થંકરાદિ થનાર છે ને કેવળજ્ઞાનાદિ પામનાર છે તે આત્મદ્રવ્ય ત્રિકાળ
મંગળરૂપ છે.
અત્યારે પણ બિરાજી રહ્યા છે. તેમનું આયુષ્ય ક્રોડપૂર્વનું છે. જેમ ૨૪ તીર્થંકરની
સ્થાપના થાય છે, તેમ સીમંધરભગવાન વગેરે વિદ્યમાન તીર્થંકરની પણ સ્થાપના થાય
છે. તેનું અહીં પાંચસો વર્ષ પ્રાચીન પ્રમાણ આ મૂર્તિના શિલાલેખમાં છે, હમારે
સોનગઢમેં તો માનસ્તંભમાં ચાર ઉપર, ચાર નીચે, સમવસરણમાં ચૌમુખી તથા
મંદિરજીમાં બે–એમ સીમંધર ભગવાનની સ્થાપના છે, તેમજ સૌરાષ્ટ્ર વગેરેમાં ઘણે
ઠેકાણે પણ સીમંધર ભગવાન બિરાજે છે; પરંતુ અહીં સીમંધર ભગવાનના પાંચસો વર્ષ
પહેલાંના પ્રાચીન પ્રતિમાના દર્શનથી હમકો બડા પ્રમોદ આવ્યા! જેવા અહીં મહાવીરાદિ
૨૪ તીર્થંકરો થયા તેવા જ સીમંધર ભગવાન પણ તીર્થંકરપણે વિદેહમાં અત્યારે વિચરી
રહ્યા છે. શું કહીએ! બીજી ઘણી વાત છે...
અતીન્દ્રિય આનંદથી વિલસિત તેઓ મદ્રાસ પાસે (૮૦ માઈલ દૂર)
સાલ્યો, ને સીમંધર પરમાત્માનું ધ્યાન કર્યું. તેઓને આકાશમાં ચાલવાની મહાન લબ્ધિ
હતી; અને દેહસહિત તેઓ સીમંધર પરમાત્મા પાસે વિદેહક્ષેત્રમાં ગયા હતા. અહા,
એમની પવિત્રતા તો અલૌકિક, ને એમનાં પુણ્ય પણ કેવા અલૌકિક–કે ભરતક્ષેત્રના
માનવીએ દેહસહિત વિદેહક્ષેત્રના તીર્થંકરની યાત્રા કરી ! વિદેહમાં આઠ દિવસ સુધી
સીમંધર ભગવાનની દિવ્યધ્વનિ સાંભળીને પછી ભરતક્ષેત્રમાં પોન્નૂર પર તેમણે
સમયસારાદિ મહાન શાસ્ત્રો રચ્યા. તે વખતે જે સીમંધર પરમાત્મા બિરાજતા હતા તે જ
અત્યારે પણ બિરાજી રહ્યા છે.