દર્શન કરવા માટે જ અહીં આવ્યા છીએ. ગાંવ છોટા હો યા બડા, પરંતુ ભગવાન તો
મોટા બિરાજી રહ્યા છે. આ સીમંધરભગવાન હમારા પ્રભુ હૈ, હમારા દેવ હૈ, તેમનો
અમારા ઉપર મહાન ઉપકાર છે. આ પહેલાંના ભવમાં અમે તે ભગવાન પાસે હતા. પણ
અમારી ભૂલના કારણે અહીં ભરતમાં આવ્યા છીએ કુંદકુંદાચાર્યદેવ અહીંથી
સીમંધરપરમાત્મા પાસે આવ્યા ને ભગવાનની વાણી સાંભળી ત્યારે હમ ભી વહાં
ઉપસ્થિત થે. આ દોનોં બહેનોંકા આત્મા ભી પુરુષભવમેં વહાં ઉપસ્થિત થે. કુંદકુંદાચાર્ય
કો હમને સાક્ષાત્ દેખે હૈ, વિશેષ ક્યાં કહે? ઔર ભી બહુત ગંભીર બાત હૈ. સીમંધર
પરમાત્માકા યહાં વિરહ હુઆ; યહાંકે ભગવાનની બાત સુનકર ઔર આજ સાક્ષાત્
દર્શન કર હમકો બહુત પ્રમોદ હુઆ.
અત્યંત મહત્વની સોનેરી વાત જાહેર કરી...સીમંધરનાથના દર્શનથી અંતરમાં જાગેલા
વિદેહક્ષેત્રના મધુર સંભારણા આજે ગુરુદેવના હૃદયમાં આનંદની ઉર્મિઓ જગાડતા હતા;
ને હૃદયના ઘણા ઘણા ભાવો ખોલવાનું મન થતું હતું. પૂ. શ્રી ચંપાબેનને પૂર્વના ચાર
ભવનું જાતિસ્મરણ જ્ઞાન છે અને પૂર્વભવમાં સીમંધર ભગવાન પાસે હતા, તે વાત
પ્રસિદ્ધ કરતાં અત્યંત પ્રમોદ અને પ્રસન્નતાથી ગુરુદેવે કહ્યું કે–
(સામે બેઠેલા છે તેમને) ચાર ભવનું જાતિસ્મરણ જ્ઞાન છે. આ બંને બહેનો (ચંપાબેન
અને શાન્તાબેન) પૂર્વે મહાવિદેહ ક્ષેત્રમાં ભગવાન પાસે હતા, ત્યાંથી અહીં આવ્યા છે.
આ બે બેનો, હું તથા બીજા એક ભાઈ હતા–એમ ચાર જીવો ભગવાનની સમીપમાં હતા,
પણ અમારી ભૂલથી અમે આ ભરતક્ષેત્રમાં આવ્યા. અહીં પ૦૦ વર્ષ પ્રાચીન સીમંધર
પ્રભુ બિરાજી રહ્યા છે, તેમને દેખીને ઘણો પ્રમોદ થયો. આ પરમાત્માની સમીપમાં હું આ
વાત આજે અહીં ખુલ્લી મૂકું છું કે આ બેનો ને અમે પૂર્વે સીમંધર પરમાત્મા પાસે હતા
ને આ ચંપાબેનને ચાર ભવનું જ્ઞાન છે. આત્માના જ્ઞાન ઉપરાંત તેમને તો ચાર ભવનું
જ્ઞાન છે. આ સીમંધર ભગવાનની સાક્ષીએ સમાજમાં આ વાત બહાર પાડી છે. અમારા
ઉપર ભગવાનનો મહા ઉપકાર છે.