Atmadharma magazine - Ank 282
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 41

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૧ :

વાર્ષિક લવાજમ
વીર સં.૨૪૯૩
ત્રણ રૂપિયા ચૈત્ર
વર્ષ ૨૪ : અંક ૬
ગુરુદેવની સાથે સાથે
(ગતાંકથી ચાલુ)
જયપુરથી સમ્મેદશિખર........
જયપુર શહેરમાં પં. ટોડરમલ–સ્મારકભવનનું ઉદ્ઘાટન, તેમાં સીમંધરપ્રભુની
પ્રતિષ્ઠા અને દ્વિશતાબ્દિ મહોત્સવ કરીને, પૂ. ગુરુદેવ ફા. સુદ છઠ્ઠે જયપુરથી મહાવીરજી
પધાર્યા. મહાવીર પ્રભુની પ્રશાંત મૂર્તિના દર્શન કર્યા. થોડા વર્ષો પહેલાં આ પ્રતિમા
જમીનમાંથી નીકળી છે; તે સંબંધી ટૂંકી કથા એમ છે કે એક ગોવાળની ગાયનું દૂધ
હંમેશા દોવાઈ જતું હતું; ગોવાળે તપાસ કરી, તો ગાય હંમેશ એક સ્થળે જઈને ભાવથી
ઊભી રહેતી ને તેના દૂધની ધારા છૂટતી; આ દેખીને ગોવાળને આશ્ચર્ય થયું, ને તે
જગ્યાએ તપાસ કરતાં જમીનમાંથી મહાવીર પ્રભુની આ પ્રતિમાજી મળી આવ્યા.
પ્રતિમાજી ઘણા મનોજ્ઞ છે. વિશાળ જિનાલયોનાં દર્શન કર્યા. મૂળ મંદિર ઉપરાંત
આશ્રમના બીજા મંદિરોમાં પણ મહાવીર પ્રભુના વિશાળ પ્રતિમા બિરાજે છે, ત્યાં પણ
દર્શન કર્યા. શાંતિ–વીરઆશ્રમમાં પણ શાંતિનાથપ્રભુ વગેરે મનોજ્ઞ ખડ્ગાસન
જિનબિંબો બિરાજે છે, ત્યાં પણ દર્શન કર્યા. જિનમંદિરમાં ભક્તિ થઈ હતી. પ્રવચનમાં
જૈનગઝટના સંપાદક શ્રી અજિતકુમારજી શાસ્ત્રી વગેરે ઉપસ્થિત હતા, તેમજ ગુરુદેવ
સાથેની સીધી મુલાકાતથી તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આમ મહાવીરજી ક્ષેત્રનો
એક દિવસનો કાર્યક્રમ આનંદપૂર્વક પૂર્ણ કરીને બીજે દિવસે બયાના શહેર તરફ પ્રસ્થાન
કર્યું.