Atmadharma magazine - Ank 282
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 41

background image
: ૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
બયાના શહેરમાં સીમંધર ભગવાનના પ્રાચીન પ્રતિમાજી બિરાજે છે, તેમના
દર્શન કરીને ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા; અત્યંત આનંદપૂર્વક સીમંધરનાથ સાથેના
પૂર્વભવના સંબંધની પ્રસિદ્ધિ કરી; માત્ર સાત કલાકમાં સીમંધરપ્રભુની છાયામાં
અતિશય ઉલ્લાસથી દર્શન–પૂજન–ભક્તિ–અભિષેક અને આનંદકારી જાહેરાતથી ભવ્ય
ઉત્સવ થયો. તેની સંપૂર્ણ વિગત અને ગુરુદેવના ઉદ્ગારો આ અંકમાં જુદા આપ્યા છે.
બયાનાથી પ્રસ્થાન કરીને ઈટાવા શહેર આવ્યા. ઈટાવાનું બીજું નામ
‘ઈષ્ટપુરી’ ગુરુદેવ પધારતાં ઉત્સાહ પૂર્વક સ્વાગત થયું. આસપાસથી પણ મોટી
સંખ્યામાં જિજ્ઞાસુઓ આવ્યા હતા, ને વિશાળ મંડપ ચિક્કાર ભરાઈ ગયો હતો.
જિનમંદિરમાં પ્રાચીન પ્રતિમાઓના પણ દર્શન કર્યા. ત્રણ–ચાર જિનમંદિરો છે. ગામથી
દૂર જમના નદીના કિનારે એક જૂનું જિનાલય છે, ત્યાં ગુરુદેવ સાંજે પધાર્યા હતા ને
શાંત વાતાવરણમાં એક કલાક રહ્યા હતા. જમુના નદી આ ગામ સુધી આવે છે ને જે
દિશામાંથી આવે છે તે જ દિશામાં અહીંથી પાછી વળે છે. આ શહેરમાં અનેક પ્રાચીન
ઈતિહાસ છે. રાત્રે અહીંના જૈનસમાજ તરફથી ગુરુદેવને અભિનંદન–પત્ર આપવામાં
આવ્યું હતું અને તત્ત્વચર્ચા થઈ હતી.
યાત્રાસંઘ ઈટાવાથી સાંજે પ્રસ્થાન કરીને કાનપુર પહોંચી ગયો હતો ને ગુરુદેવ
તા. ૨૦ ના રોજ સવારે પધાર્યા હતા; સ્વાગત બાદ બડા જિનમંદિરમાં મંગલપ્રવચન
થયું હતું. બપોરે ટાઉનહોલમાં પ્રવચન થયું હતું. સાંજે જૈન કલબના ઉત્સાહી
ભાઈઓએ ગુરુદેવના સત્સંગમાં તત્ત્વચર્ચાનો લાભ લીધો હતો. ચૈત્યાલયની બાજુમાં
જ ગુરુદેવનો ઉતારો હતો. રાત્રે બડા મંદિરમાં ભક્તિનો કાર્યક્રમ હતો.
તા. ૨૧ ના રોજ અલ્લાહાબાદ આવ્યા. ડાકબંગલામાં ઉતારો હતો. ગંગા–
જમનાનો સંગમ થાય છે તે ત્રિવેણીસંગમના સ્થાનને ‘પ્રયાગ’ કહેવાય છે–“પ્રયાગ”
એ મૂળ તો ભગવાન આદિનાથ પ્રભુના કેવળજ્ઞાનની તીર્થભૂમિ છે, અહીં એક વડવૃક્ષ
નીચે ભગવાનને કેવળજ્ઞાન થયું હતું ને ઈન્દ્રો દ્વારા મહાપૂજા થઈ હતી. ‘યાગ’ નો
અર્થ પૂજા થાય છે ને ઈન્દ્રો દ્વારા થતા વિશેષ પૂજનને ‘પ્ર–યાગ’ કહેવાય છે; આદિનાથ
ઋષભદેવને કેવળજ્ઞાન થતાં ઈન્દ્રોએ અહીં મહાપૂજા કરી તેથી આ સ્થાન પ્રયાગતીર્થ
તરીકે જગતમાં પ્રસિદ્ધ થયું. તે સ્થાનનું અવલોકન કરવા ગુરુદેવ પધાર્યા હતા ને કહેતા
હતા કે ભગવાન ઋષભદેવની સ્મૃતિ તરીકે આ સ્થાન