થયો. હજી તો અનેક માઈલ દૂર હતા, આકાશમાં પણ વાદળા ઘેરાયેલા હતા, છતાં પણ
જેમ ઘનઘોર કર્મવાદળને ભેદીને પણ સાધક પોતાના સાધ્યરૂપ સિદ્ધસ્વરૂપને દેખી લ્યે છે
તેમ વાદળને વીંધીને પણ ભક્તોની દ્રષ્ટિ શિખરજી તીર્થધામને દેખી લેતી હતી.
મધુવનની ઝાડીના મધુર દ્રશ્યો નીહાળતાં નીહાળતાં શિખરજી તીર્થની તળેટીમાં આવી
પહોંચ્યા. ગુરુદેવ તીર્થમાં પધારતાં ભક્તોએ હોંશથી સ્વાગત કર્યું. તીર્થધામમાં
બિરાજમાન ભગવંતોને ગુરુદેવ ભાવભીનાં હૃદયે ભેટ્યા, દર્શન કરીને અર્ધ ચડાવ્યો.
તીર્થધામમાં ગુરુદેવ સાથે દર્શન કરતાં પૂ. બેનશ્રી–બેન વગેરે સૌને ઘણો હર્ષ થયો. એ
પુષ્પદંત સ્વામી ને પાર્શ્વનાથ સ્વામી, એ મહાવીરાદિ ૨૪ ભગવંતો ને નંદીશ્વરધામ,
ચંદ્રપ્રભ ભગવાન અને માનસ્તંભ, તેમજ બાહુબલી ભગવાન વગેરેના આનંદપૂર્વક
દર્શન કર્યા. સ્વાગત પછીના મંગલાચરણમાં ગુરુદેવે કહ્યું કે આ સમ્મેદશિખરજી તીર્થ તે
મંગળ છે. દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવ એ ચાર પ્રકારે મંગળ છે. ભગવંતોએ મંગળ ભાવવડે
જ્યાં સિદ્ધપદને સાધ્યું તે ક્ષેત્ર પણ મંગળ છે. આ સમ્મેદશિખરજી ધામથી અનંતા જીવો
સિદ્ધ થયા છે ને ઉપર લોકાગ્રે સમશ્રેણીએ બિરાજે છે. તે સિદ્ધભગવંતોના સ્મરણમાં
નિમિત્તરૂપ આ ક્ષેત્ર પણ મંગળ છે ને સિદ્ધસ્વરૂપના સ્મરણનો પોતાનો ભાવ તે પણ
મંગળ છે. આ રીતે તીર્થધામમાં મંગળ કર્યું. બપોરે સમયસાર–કર્તાકર્મ અધિકાર (ગા.
૭૨) ઉપર પ્રવચન થયું. સાત બસ તથા વીસ જેટલી મોટર દ્વારા પ૦૦ જેટલા યાત્રિકો
સંઘમાં હતા, તે ઉપરાંત ઘણા યાત્રિકો સીધા ટ્રેઈન દ્વારા શિખરજી પહોંચ્યા હતા. ત્રણ
હજાર ઉપરાંત શ્રોતાજનોથી સભામાં ગુરુદેવે પ્રથમ તો સીમંધરનાથને યાદ કર્યા, અને
કુંદકુંદઆચાર્યદેવ વિદેહક્ષેત્રમાં પધાર્યા હતા–તેનો ઈતિહાસ કહ્યો. પછી ૭૨ મી ગાથા શરૂ
કરતાં કહ્યું કે અહો! આત્મા અને આસ્રવોની ભિન્નતાનું આવું ભેદજ્ઞાન કરીને અંતરમાં
રાગથી ભિન્ન ચૈતન્યના અનુભવમાં ઝુલતા ઝુલતા આચાર્યદેવ જ્યારે આ ગાથા
લખતા હશે, –ત્યારે કેવો કાળ હશે!! અહો, ધન્ય એમની દશા!! સમ્મેદશિખર ઉપર
બિરાજમાન અનંત સિદ્ધભગવંતો પ્રત્યે અંગુલિનિર્દેશ કરીને ગુરુદેવે કહ્યું: પ્રભો! અહીંથી