સિદ્ધ ભગવાનના સ્મરણ માટે આ જાત્રા છે.
પાંડુકશિલાના સ્થાનેથી સમ્મેદશિખર તીર્થનું દ્રશ્ય ઘણું સુંદર દેખાય છે. એકબાજુ
ચંદ્રપ્રભુની ટૂંક ને બીજે છેડે પારસપ્રભુની ટૂંક–તથા વચ્ચેની અનેક ટૂંકોનું રળિયામણું
દ્રશ્ય જોતાં એ અનંતા સાધક–સન્તોની સ્મૃતિ થાય છે કે જેઓએ અહીંથી સિદ્ધિ પ્રાપ્ત
કરી.–ને આપણે પણ એ જ ધ્યેયે પહોંચવાનું છે.
જિનેન્દ્રમહાપૂજનનો ખાસ કાર્યક્રમ રાખ્યો હતો. ઘણા લોકોએ સવારે પ્રવચનની માંગણી
કરી ત્યારે ગુરુદેવે કહ્યું કે આ મોટું તીર્થ છે અને અષ્ટાહ્નિકાની ચૌદસનો મોટો દિવસ છે
એટલે આજે પૂજા કરવાના ભાવ છે. સવારમાં ગુરુદેવ સહિત આખા સંઘના હજાર
ઉપરાંત યાત્રિકો પ્રભુપૂજા કરવા ઉમટ્યા ને જિનાલય આનંદભર્યા કોલાહલથી ઉભરાઈ
ગયું. પૂ. બેનશ્રી–બેને ઘણા ભક્તિભાવથી પૂજા ભણાવી. ચોવીસ ભગવાનની પૂજા,
નંદીશ્વર પૂજા, શિખરજી–પૂજા વગેરે પૂજાઓ થઈ. એક હજાર જેટલા યાત્રિકો પૂજનમાં
ઉત્સાહથી ભાગ લેતા હતા. બપોરે પ્રવચન પછી વીસપંથી કોઠી સામે પહાડ ઉપર
બિરાજમાન બાહુબલી ભગવાનનો મહાઅભિષેક થયો; ભક્તિ–પૂજન બાદ અભિષેકનો
પ્રારંભ ગુરુદેવના સુહસ્તે થયો; વિશ્વપ્રસિદ્ધ બાહુબલી ભગવાનના મહાઅભિષેકને યાદ
કરી કરીને ભક્તો અભિષેક કરતા હતા. પર્વતની તળેટીમાં બાહુબલી ભગવાનનું
વીતરાગી દ્રશ્ય મુમુક્ષુના ચિત્તને આકર્ષે છે. હવે આવતીકાલે શિખરજી તીર્થની વંદના
કરવા પર્વત ઉપર જવાનું હોવાથી યાત્રિકો યાત્રા માટેની તૈયારીમાં લાગી ગયા હતા. બે
દિવસથી નજર સામે જ દેખાતા તીર્થરાજ ઉપર જલ્દી જલ્દી પહોંચી જઈએ–એમ યાત્રા
માટે ભક્તોનું હૃદય થનગની રહ્યું હતું. રાતના બે વાગ્યા ત્યાં તો ગુરુદેવ તૈયાર થઈ
ગયા ને અઢી વાગે સિદ્ધ ભગવાનના જયજયકારપૂર્વક આનંદથી સમ્મેદશિખરજી
મહાતીર્થની યાત્રા શરૂ કરી. ઘણા યાત્રિકોએ તો એક વાગ્યાથી જ પર્વત ઉપર ચડવાનું
શરૂ કરી દીધું હતું ને ઉપર જઈને ગુરુદેવના પધારવાની રાહ જોતા હતા; આ તરફ
ગુરુદેવની સાથે ભક્તિ