રહેલા પૂ. બેનશ્રી–બેન વિધવિધ ભક્તિપૂર્વક આનંદ કરાવતા હતા...એટલે કઠિન માર્ગ
પણ સુગમ બની જતો હતો. જાણે ભક્તિના બળથી જ પર્વતારોહણ થઈ જતું હતું;
યાત્રિક જરાક થાકે ત્યાં સન્તોનો સાથે એના થાકને ઉતારી દેતો હતો ને સિદ્ધિધામમાં
પહોંચવાનું બળ આપતો હતો. કુદરત પણ યાત્રામાં સાથ આપતી હોય તેમ આકાશમાં
પૂર્ણચન્દ્ર પ્રકાશીને માર્ગને પ્રકાશિત કરતો હતો, હવામાન પણ ખુશનુમા હતું; વચ્ચે વચ્ચે
ગુરુદેવ તીર્થંકરોનું ને સિદ્ધોનું સ્મરણ કરીને ઉદ્ગાર કાઢતા; ખાડા–ટેકરાવાળો માર્ગ
દેખીને તેઓ કહેતા કે ભગવાન તીર્થંકરદેવ તો આકાશમાં પાંચહજાર ધનુષ ઊંચે
વિચરતા હતા. ભગવંતો અહીં વિચરતાં હતા; મુનિઓ અહીં બિરાજતા હતા; ને ઉપર
અનંત સિદ્ધભગવંતો અત્યારે બિરાજી રહ્યા છે.–સાદિઅનંત કાળ એમ ને એમ
બિરાજમાન રહેશે. તેમની સ્મૃતિ માટે આ યાત્રા છે.
મોક્ષમાર્ગની વીતરાગી ભાવનાઓ સ્ફૂરતી હતી. પગલે પગલે સન્તોના સાથમાં આવા
મહાન તીર્થની યાત્રા કરતા ભક્તોને ઘણો જ હર્ષોલ્લાસ થતો હતો. અઢી કલાક બાદ
શીતલનાલા ને ગંધર્વનાલા વટાવીને લગભગ પાંચ વાગે દૂર દૂર દેખાતી પારસપ્રભુની
સુવર્ણભદ્ર ટૂંકના દર્શન થયા. ઊંચી ઊંચી ટૂંક દેખતાં, આપણે અહીં સુધી પહોંચવાનું છે’
એમ પોતાના ધ્યેયના લક્ષે યાત્રિકના પગમાં નવું જ જોર આવે છે ને પારસપ્રભુના
જયજયકાર કરતા આગળ વધે છે. થોડીવારમાં ચંદ્રપ્રભુની ટૂંક પણ દેખાય છે.
શિખરજીના બંને છેડાની ઊંચી ઊંચી બે ટૂંક એકસાથે જોતાં આખા શિખરજીતીર્થને જાણે
નયનોમાં સમાવી દઈએ...ને બધાય સિદ્ધભગવંતોને જ્ઞાનમાં સમાવી દઈએ–એવી
ભક્તિભીની ઊર્મિ જાગે છે; ને આ પાવન તીર્થરાજની વિશાળતા પાસે યાત્રિકનું શિર
ઝૂકી જાય છે. થોડીવારમાં પહેલી ટૂંક આવી ને સૌ યાત્રિકોમાં આનંદ વ્યાપી ગયો.
જયજયકાર કરતા ભીડને ભેદીને કુંથુનાથ પ્રભુના ચરણોને ભેટ્યા. બેનશ્રી–બેન
પૂજનમંત્ર બોલ્યા ને ગુરુદેવ સાથે સૌએ ‘અર્ઘં–...સ્વાહા’ કર્યું. દર્શન કરીને ગુરુદેવ તો
ઝડપભેર બીજી ટૂંકે પહોંચ્યા. નવ ટૂંકના દર્શન બાદ ચંદ્રપ્રભુની ટૂંક આવી. બધી ટૂંકોથી
જુદી દૂર આવેલી આ લલિત ટૂંક જાણે કે સંસારથી દૂર એવા ચંદ્રપ્રભુની એકત્વભાવનાને
પ્રસિદ્ધ કરી રહી છે...દૂર કે નજીક અમારે અમારા