Atmadharma magazine - Ank 283
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 45

background image
: ૩૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
બંધુઓ, આપણા બાલવિભાગથી અત્યંત પ્રસન્ન થઈને ઠેઠ રાજસ્થાનથી દિ. જૈન
વિદ્યાલય રામગઢ તરફથી તમને બધાને એક ભેટપુસ્તક આપ્યું છે. તે અનુસાર
“ભગવાન ઋષભદેવ” નામનું સરસ મજાનું ભેટપુસ્તક તમને સૌને મોકલાઈ ગયું છે.
પુસ્તક મોકલવાની વ્યવસ્થામાં જરા વિલંબ થયો છે, પણ હવે વૈશાખ સુખ બીજ
આસપાસમાં તમને તે મળી ગયું હશે ને તે જોઈને ખુશી થયા હશો. હવે તો વેકેશન છે, એટલે
તે પુસ્તક જરૂર વાંચજો. જે સભ્યોને પુસ્તક ન મળ્‌યું હોય તેઓ પોતાનું નામ–સરનામું તથા
સભ્ય નંબર જણાવશો, એટલે મોકલી દેશું. પણ નીચેની બે વાત લક્ષમાં રાખશો–
(૧) એક જ ઘરમાં એકથી વધુ ભાઈ–બહેનો સભ્ય હોય તેમને જુદું જુદું પુસ્તક
નથી મોકલ્યું પણ બધા વચ્ચે એક જ મોકલ્યું છે. માટે જુદું જુદું ન મંગાવશો.
(૨) આ ભેટપુસ્તક આત્મધર્મના ગ્રાહકોને નહિ, પણ બાલવિભાગના સભ્યોને
જ ભેટ આપવામાં આવ્યું છે. વિશેષ પુસ્તકો સોનગઢમાં કિંમતથી મળી શકશે. કિંમત એક
પુસ્તકનો એક રૂપીઓ; બે પુસ્તકના ૧ = ૬૦ (પોસ્ટેજ દરેક પુસ્તક દીઠ વીસ પૈસા.)
જન્મદિવસની ભેટ
બંધુઓ, તમારા જન્મદિવસે તમને અભિનંદન–કાર્ડ તથા નાનો ફોટો ભેટ
મોકલાય છે. પરંતુ છેલ્લા ચાર માસ દરમિયાન કેટલાક સભ્યોના જન્મદિવસે તે
મોકલવાનું રહી ગયેલ છે; તે હવે મોકલી દીધા છે. જો કે જન્મદિવસ વીતી ગયા પછી
તમને તે મળશે, છતાં તે દેખીને તમને જરૂર આનંદ થશે.
ઘણા સભ્યોએ પોતાનો જન્મદિવસ લખાવેલ નથી, તો તે મોકલવો જરૂરી છે–
જેથી તેમને કાર્ડ અને ફોટો મોકલી શકાય.
આ વર્ષ દરમિયાન (દીવાળી પછી) તમારા જન્મદિવસની ભેટ તમને ન મળી હોય
તો, સરનામું અને જન્મદિવસ તથા સભ્ય નંબર લખીને મોકલો, એટલે મોકલી આપશું.
ઘણા બાળકોના પત્રો આવેલા છે, તે બધાની વ્યવસ્થા પણ આવતા માસથી થઈ જશે.
જે બાળકો નવા સભ્યો થયા છે તેમનાં નામો પણ આવતા અંકમાં જરૂર પ્રગટ કરીશું.
ગયા અંકમાં બાલવિભાગ આવ્યો ન હતો, તેથી તમને મજા નહિ આવી હોય,
પણ તમે સૌ પરીક્ષામાં હતા ને અમે યાત્રા–પ્રવાસમાં હતા, એટલે એક અંકમાં રજા
પાડી હતી. હવે બરાબર આપતા રહીશું. તમે પણ હવે પત્ર લખી શકો છો, પ્રશ્નો તેમજ
“વાંચકો સાથે વાતચીત” માટેની સામગ્રી ખુશીથી મોકલી શકો છો. યાત્રા દરમિયાન
દરેક ગામે ઘણા બાલસભ્યો મળ્‌યા ને પ્રસન્નતા થઈ. આપણા બાલવિભાગનો પરિવાર
ભારતમાં ગામેગામ ફેલાયેલો છે, ને બાળકો અત્યંત પ્રેમથી ઊંચા ધાર્મિક સંસ્કારો
મેળવે છે, તે આનંદની વાત છે.