પૂ. ગુરુદેવનો ૭૮મો જન્મોત્સવ બોટાદ શહેરમાં આનંદથી ઉજવાયો. ગુરુદેવ
બહારગામથી પણ અનેક જિજ્ઞાસુઓ આવ્યા હતા. જિનમંદિર તથા સ્વાધ્યાયમંદિર
પ્રકાશ અને શણગારથી શોભતા હતા; બોટાદના ભાઈઓને ઉત્સાહ હતો. આ ઉત્સવમાં
માંગળિક તરીકે પંચપરમેષ્ઠીનું મંડલવિધાન થયું હતું. વૈશાખ સુદ બીજે બહારગામથી
હજાર ઉપરાંત મહેમાનો જન્મોત્સવ ઉજવવા આવ્યા હતા. અજમેરની ભજનમંડળીના
ભાઈઓ પણ આવ્યા હતા.
ફરીને સૌ મંડપમાં જન્મવધાઈ લેવા આવી પહોંચ્યા. મંડપમાં ૭૮ સુસજ્જિત કમાનો
વગેરે શણગાર શોભતા હતા. સવારમાં ગુરુદેવે ભાવભીના હૃદયે જિનેન્દ્ર ભગવાનના
દર્શન કરીને અર્ઘ ચડાવ્યો. થોડીવારમાં પ્રભાતફેરી મંડપમાં આવી પહોંચી, ને મંડપમાં
બિરાજમાન ગુરુદેવને હજારો ભક્તોએ અભિનંદન કર્યા. ત્યારપછી જિનમંદિરમાં સમૂહ–
પૂજન થયું ને પછી ઉત્સાહપૂર્વક શ્રી જિનેન્દ્રભગવાનની રથયાત્રા નીકળી હતી. રથયાત્રા
પછી અનેક ભક્તોએ ગુરુદેવનો મહિમા પ્રસિદ્ધ કર્યો, જન્મોત્સવ સંબંધી ભક્તિ થઈ,
તથા આ પ્રસંગની ખુશાલીમાં ૭૮ની અનેક રકમો જાહેર કરવામાં આવી; દેશભરમાંથી
સેંકડો અભિનંદનના તાર સન્દેશા આવ્યા હતા.–આમ બોટાદ શહેરના આંગણે આનંદથી
ગુરુદેવનો જન્મોત્સવ ઉજવાયો. બપોરના પ્રવચન બાદ ભક્તિ થઈ હતી. રાત્રે પણ
આનંદકારી ભક્તિ થઈ હતી. આ રીતે બોટાદ શહેરમાં ૭૮ મી જન્મજયંતિનો ઉત્સવ
પૂર્ણ થયો હતો ને બીજે દિવસે સવારમાં ગુરુદેવ બોટાદથી રાજકોટ પધાર્યા હતા.
મંદિર વગેરેનાં દર્શન કરતાં આનંદ થયો; ગુરુદેવ પધારતાં અહીંનું વાતાવરણ એક
તીર્થધામ જેવું બની ગયું હતું. સ્વાગત બાદ જિનમંદિરમાં દર્શન કરીને ગુરુદેવ જિનમંદિર
સામેના ભવ્ય મંડપમાં પધાર્યા. ત્યાં સ્વાગત–પ્રવચન અને સ્વાગત–ગીત બાદ