Atmadharma magazine - Ank 283
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 45

background image
: ૪૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
માંગળિક સંભળાવતાં ગુરુદેવે કહ્યું કે–ભગવાન કુંદકુંદાચાર્યદેવે જીવત્વશક્તિદ્વારા
આત્માનું જીવન બતાવ્યું છે. આત્મા પોતાના જ્ઞાન–દર્શન–આનંદ ને સત્તારૂપ પ્રત્યક્ષ
પ્રાણથી જીવે તે સાચું જીવન છે. ધર્મી જીવ આવું જીવન પ્રગટ કરે છે. અને તે પહેલાં
પણ આવા આત્માનો નિર્ણય કરવો જોઈએ કે પ્રત્યક્ષ સંવેદનગમ્ય ચૈતન્યસ્વભાવ હું છું;
પરોક્ષપણું રહે એવું મારું સ્વરૂપ નથી. આવા સ્વસંવેદનપ્રત્યક્ષ આત્માનો નિર્ણય કરવો
તે પણ એક માંગળિક છે.
રાજકોટ સંઘનું વાતાવરણ ઉત્સાહ ભર્યું છે. પ્રવચનમાં સવારે પરમાત્મપ્રકાશ
અને બપોરે સમયસાર કર્તાકર્મ અધિકાર વંચાય છે; રાત્રે તત્ત્વચર્ચા પણ અવનવી ચાલે
છે. આ ઉપરાંત સવારે ને સાંજે વિદ્યાર્થીઓનો શિક્ષણવર્ગ ચાલે છે, તેમાં પણ સેંકડો
વિદ્યાર્થીઓ ને જિજ્ઞાસુઓ લાભ લઈ રહ્યા છે. આમ ઉત્સાહપૂર્વક ગુરુદેવની મંગલ
છાયામાં ધાર્મિક વાતાવરણ ચાલી રહ્યું છે. શિક્ષણવર્ગ ૩૧ મે સુધી ચાલશે, અને તા.
૧–૬–૬૭ના પૂ. ગુરુદેવ સોનગઢ પધારશે. વિશેષ સમાચાર આવતા અંકે. (રાજકોટની
ચર્ચા વગેરેનો નમૂનો પણ સ્થળ–સંકોચને કારણે આ અંકે આપી શક્્યા નથી.)
जयजिनेन्द्र
– –
વિ વિ ધ – સ મા ચા ર
શ્રવણબેલગોલા (મૈસુર) ના ૪૭૦ ફૂટ ઊંચા વિંધ્યગિરિ પહાડ ઉપર સ્થિત
વિશ્વપ્રસિદ્ધ ભગવાન બાહુબલી (ગોમટેશ્વર) પ્રભુના પ૭ ફૂટ ઊંચા ભવ્ય પ્રતિમાજીનો
મહામસ્તકઅભિષેક ૧૪ વર્ષે ગત તા. ૩૦ માર્ચ ફાગણ વદ પાંચમના રોજ થયો. પહેલો
સુવર્ણકળશ ૪૭૦૦૦ (સુડતાલીશ હજાર) રૂા. ની ઊછામણીમાં કેરલના શ્રી
જિનચન્દ્રનજીએ લીધો હતો. ત્રણલાખ જેટલા ભક્તો અને દર્શકો અભિષેક–ઉત્સવમાં
આવ્યા હતા; મૈસુરના મુખ્યપ્રધાન વગેરે પણ ઉપસ્થિત હતા. અભિષેક પ્રસંગે
હેલીકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ (માત્ર ૧૬ ફૂટ ઊંચેથી) થઈ હતી. આકાશમાંથી પુષ્પવૃષ્ટિનું
એ દ્રશ્ય આનંદકારી હતું. અભિષેકના દિવસે કળશ લેનારા પાંચ હજાર ભક્તો જ
ઈન્દ્રગીરી (અથવા વિંધ્યાગિરિ) ઉપર જઈ શક્્યા હતા. બીજા લાખો માણસો સામેની
ચંદ્રગિરિ પહાડી ઉપરથી અભિષેકનું અવલોકન કરતા હતા. દેશ–વિદેશના પત્રકારો
ટેલિવિઝન કેમેરા સહિત આવ્યા હતા. મહાઅભિષેકની ફિલ્મ ન્યુઝરીલ તરીકે ભારતના
મુખ્ય સીનેમાઘરોમાં બતાવવામાં આવે છે. આ રીતે દેશ–વિદેશના લાખો–કરોડો માણસો
ભગવાન બાહુબલીનાથના દર્શન કરીને આનંદિત થાય છે. ગુરુદેવે આ બાહુબલી
ભગવાનના દર્શન વખતે આનંદકારી