ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા–અહા! જાણે પવિત્રતા અને પુણ્યનો પિંડલો છે! એ અડોલ
ધ્યાનમાં મગ્ન આત્મસાધક વીરની પવિત્ર મુદ્રા હજાર–હજાર વર્ષથી લાખો મુમુક્ષુઓને
આત્મસાધનાની પ્રેરણા આપી રહી છે. जय बाहुबली.
બાહુબલી ભગવાનના મહામસ્તકાભિષેક પ્રસંગે યાત્રાર્થે નીકળેલા યાત્રિકોમાંથી
પંદર–વીસ હજાર જેટલા યાત્રિકો સોનગઢ આવ્યા હતા. જો કે તે અરસામાં ગુરુદેવ પણ
યાત્રા–પ્રવાસમાં હોવાથી સોનગઢમાં ન હતાં, છતાં સોનગઢના દર્શનથી તે હજારો
યાત્રિકો પ્રસન્ન થયા હતા.
એક ખુલાસો:– – સુરેન્દ્રનગરમાં પાઠશાળાનું ઉદ્ઘાટન થયું તેના સમાચારમાં
શેઠ શ્રી ફૂલચંદ ચતુરભાઈ તરફથી દાનની જે વિગત (અંક ૨૮૧માં) પ્રગટ થઈ છે તેને
બદલે આ પ્રમાણે સમજવું કે પાઠશાળાના સંચાલન માટે દર વર્ષે રૂા. પ૦૧/– (પાંચસો
એક) તેમના તરફથી આપવાનું વચન મળ્યું છે.
વૈરાગ્ય–સમાચાર:– ભાઈશ્રી ચત્રભુજ વનમાળીદાસ (ઉ. વ. પ૮) (સોનગઢના
તપસીજીના પુત્ર) અમરાવતી મુકામે તા. ૪–પ–૬૭ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
તેમનો આત્મા શાન્તિ પામો.
આત્મધર્મના ગ્રાહકોને સૂચના
(૧) ગુજરાતી આત્મધર્મ દર માસની વીસમી તારીખે પ્રસિદ્ધ થાય છે. કોઈ
કારણસર પચીસમી તારીખે પણ પ્રસિદ્ધ થાય છે. કદાચિત્ આપને અંક
તારીખ ત્રીસમી સુધીમાં ન મળે તો નીચેના સરનામે જાણ કરવી. આપને
આપનો અંક નિયમિત મળી જાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.
(૨) આત્મધર્મના ગ્રાહકોના સરનામા છપાય છે; માટે આ અંકના રેપર ઉપરનું
આપનું નામ ઠેકાણું વગેરે તપાસી લેવું. જો તેમાં કોઈ ફેરફાર ઘર બદલવાના
કારણે થયો હોય કે ભવિષ્યમાં ઘર બદલવાનો પ્રસંગ આવે ત્યારે અચૂક
ઓફિસને જાણ કરવી જેથી આપને આપનો અંક મળી રહે.
(૩) ‘શાસ્ત્રસ્વાધ્યાય’ ભેટ–પુસ્તક સંવત્ ૨૦૨૨ની સાલના ગ્રાહકો હતા તેમને જ
આપવામાં આવ્યું છે. જ્યાં જ્યાં મંડળો છે ત્યાં ત્યાં તે મોકલાઈ ગયા છે માટે
ત્યાંથી મેળવી લેવા. કોઈને ન મળ્યું હોય તો નીચેના સરનામે જાણ કરવી.
(૪) ‘શ્રાવકધર્મપ્રકાશ’ સંવત્ ૨૦૨૩ (ચાલુ સાલના) ના જે ગ્રાહકો છે તેમને જ
ભેટ અપાય છે. તે મોકલવાનું ચાલુ છે. જે મંડળોને કે વ્યક્તિઓને તે ન
મળેલ હોય તેમણે નીચેના સરનામે જાણ કરવી.
મેનેજર
દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)