વ્યાપ્ય–વ્યાપકપણું છે તે અજ્ઞાની છે. વ્યાપ્ય–વ્યાપકપણું એક સ્વરૂપમાં જ હોય,
ભિન્નસ્વરૂપમાં ન હોય; એટલે જેને જેની સાથે એકતા હોય તેને તેની જ સાથે
વ્યાપ્ય–વ્યાપકપણું હોય, અને તેની જ સાથે કર્તાકર્મપણું હોય. જ્ઞાની જ્ઞાન સાથે જ
એક્તા કરીને તેમાં જ વ્યાપતો થકો તેનો કર્તા થાય છે, એટલે જ્ઞાનરૂપ કાર્યથી
જ્ઞાની ઓળખાય છે. આવો જ્ઞાની વિકાર સાથે એક્તા કરતો નથી, તેમાં તે વ્યાપતો
નથી ને તેનો તે કર્તા થતો નથી. આ રીતે જ્ઞાનને વિકાર સાથે એકતા નથી.
જ્ઞાનીનું આવું લક્ષણ જે જીવ ઓળખે તેને ભેદજ્ઞાન થાય, તેને વિકારનું કર્તૃત્વ ઊડી
જાય અને જ્ઞાનમાં જ એકતારૂપે પરિણમતો થકો તે જ્ઞાની થાય. ભેદજ્ઞાન વગર
જ્ઞાનીની સાચી ઓળખાણ થતી નથી.
એક્તા નથી; એટલે જ્ઞાનપરિણામ વડે જ જ્ઞાનીનો આત્મા ઓળખાય છે;
જ્ઞાનપરિણામને રાગથી ભિન્ન ઓળખતાં, પોતામાં પણ જ્ઞાન અને રાગની ભિન્નતાનું
વેદન થઈને, જ્ઞાનપરિણામ સાથે અભેદ એવો પોતાનો આત્મા ઓળખાય છે. જ્ઞાનીને
ઓળખવાનું પ્રયોજન તો પોતાના આત્માની ઓળખાણ કરવી તે જ છે. જેણે ભેદજ્ઞાન
કરી લીધું છે એવા જીવોની ઓળખાણ વડે આ જીવ પોતામાં પણ એવું ભેદજ્ઞાન કરવા
માંગે છે. સામા જ્ઞાનીના આત્મામાં જ્ઞાન અને રાગને જુદા ઓળખે તે જીવ પોતામાં
પણ જ્ઞાન અને રાગને જરૂર જુદા ઓળખે, એટલે તેને જરૂર ભેદજ્ઞાન થાય. ભેદજ્ઞાન
થતાં આ જીવ સકળ વિકારના કર્તૃત્વરહિત થઈને જ્ઞાયકપણે શોભે છે. વિકારના
કર્તૃત્વમાં તો જીવની શોભા હણાય છે, ને ભેદજ્ઞાનવડે તે કર્તૃત્વ છૂટતાં આનંદમય
જ્ઞાનપરિણામથી જીવ શોભી ઊઠે છે. આવા જ્ઞાનપરિણામ તે જ જ્ઞાનીને ઓળખવાની
નિશાની છે.
વિના રહે નહિ, એવી આ ઓળખાણ છે. આ ઓળખાણ એ જ ધર્મની મોટી ખાણ