: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૩ :
ગતાંકના પ્રશ્નોના જવાબ
(૧) તમારો મુખ્ય ગુણ ક્યો?
હું જીવ છું; જ્ઞાન મારો મુખ્ય ગુણ છે. મારામાં ગુણ અનંત છે, પણ તેમાં મુખ્ય
જ્ઞાન છે.
(૨) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ એ છએ દ્રવ્યોમાં અસ્તિત્વ ગુણ
છે; કેમકે અસ્તિત્વ તે સામાન્ય ગુણ છે એટલે બધાય દ્રવ્યોમાં તે હોય છે.
(૩) સમ્મેદશિખર તે ભારતનું સૌથી મહાન તીર્થ છે. ત્યાંથી અનંતા જીવો મોક્ષ
પામ્યા છે. ત્યાંથી મોક્ષ પામનારા તીર્થંકરોમાં સૌથી છેલ્લા પાર્શ્વનાથ તીર્થંકર
મોક્ષ પામ્યા છે. અને તેમના નામ ઉપરથી આ પહાડને ‘પારસનાથ હીલ’ પણ
કહેવાય છે. ત્યારપછી ચોવીસમા મહાવીર તીર્થંકર થયા તેઓ પાવાપુરીથી મોક્ષ
પામ્યા છે; નેમપ્રભુ ગીરનારથી, વાસુપૂજ્યપ્રભુ મંદારગિરિ (ચંપાપુર) થી,
ઋષભદેવ કૈલાસ ઉપરથી મોક્ષ પધાર્યા છે. બાકીના ૨૦ તીર્થંકરો
સમ્મેદશિખરથી મોક્ષ પામ્યા છે.
(૪) આપણા બાલવિભાગના સભ્યોએ તેમજ બધાય જૈનોએ કરવા જેવી ત્રણ વાત– । હંમેશા જિનેન્દ્રભગવાનના દર્શન કરવા.
।। તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો.
।।। રાત્રિભોજનનો ત્યાગ કરવો.
(આ પ્રશ્નના જવાબમાં ઘણા બાળકોએ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર લખેલ છે, તથા
ઘણાએ આત્માર્થીતા, વાત્સલ્ય અને દેવ–ગુરુ–ધર્મની સેવા લખેલ છે. તે પણ સારી ભાવના
છે.) બંધુઓ, તમે આ ત્રણ વાત કરજો અને તેનો ખૂબ પ્રચાર કરજો. जय जिनेन्द्र
વાંકાનેર વગેરેના કોઈ કોઈ સભ્યોના નામ ભૂલથી બે વાર લખાયેલ, તેથી
તેમને ભેટપુસ્તક પણ બે વાર મળેલ, તે બાળકોએ વધારાનું પુસ્તક પાછું મોકલ્યું તેમજ
પોતાનું બીજી વખતનું નામ રદ કરાવ્યું. તેમની આ પ્રકારની ચીવટ અને સહકાર બદલ
ધન્યવાદ! બધા બાલસભ્યો બાલવિભાગને પોતાનો જ સમજીને જે રીતે ઉત્સાહથી
સહકાર આપી રહ્યા છે–તે હર્ષની વાત છે.