“આત્મધર્મ” Regd. No. G. 182
શ્રી ગુરુ મોહનિંદમાંથી જગાડે છે–
जगवासी जीवन सों गुरु उपदेश कहे,
तुम्हें यहां सोवत अनंत काल बीते है।
जागो ह्वै सचेत समता समेत सुनो,
केवल–बचन जातै अक्ष–रस जीते हैं।।
आवो मेरे निकट बताऊं मैं तुम्हारो गुन,
परम सुरस–भरे करम सौं रीते हैं।
ऐसे बैन कहे गुरु तोउ त न धरे उर,
मित्त कैसे पुत किधौं चित्र के से चीते हैं।। १२।।
(સમયસારનાટક)
શ્રી ગુરુ જગવાસી જીવોને ઉપદેશ આપે છે કે હે જીવો! આ સંસારમાં
મોહનિંદ્રામાં સૂતા સૂતા તમારો અનંત કાળ ચાલ્યો ગયો.....હવે તો જાગો! અને
સાવધાન થઈ ચેતનાવંત થઈ... ચેતનાને જાગૃત કરીને શાંત–ચિત્તવડે સમતાપૂર્વક
કેવળી ભગવાનની વાણી સાંભળો.....કે જેના શ્રવણથી ઈન્દ્રિયવિષયોને જીતી શકાય છે.
શ્રી ગુરુ વારંવાર પ્રેમથી કહે છે કે–હે જીવો! આવો. મારી નજીક આવો..... હું
તમને તમારો આત્મગુણ દેખાડું.....કે જે કર્મકલંકથી રહિત છે ને પરમ આનંદરસથી
ભરપૂર છે.
શ્રી ગુરુ આવાં વચન કહે છે તોપણ સંસારી મોહી જીવ ધ્યાન દેતો નથી.–તે કેવો
છે? જાણે માટીનું પૂતળું હોય અથવા ચિતરેલો મનુષ્ય હોય!–અચેત જેવો થઈને સૂતો
છે! જો ચેતના સહિત હોય તો શ્રી ગુરુનાં આવાં હિતવચન સાંભળીને કેમ ન જાગે?
– –
(પ્રત: ૨૩૦૦) શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર)