Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 45

background image
: ૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
રાગરૂપ વિકલ્પ હતો તેનું કાંઈ આ ફળ નથી, પણ અંદર સ્વભાવ તરફ નિર્ણયનું જોર
હતું તેનું આ ફળ છે. જોકે તેનું આ ફળ કહેવું તે પણ વ્યવહાર છે, ખરેખર તો
સમ્યગ્દર્શન વખતનો જ જુદો પ્રયત્ન છે. આત્માના નિર્ણયના બળે વારંવાર અભ્યાસ
કરતાં રાગ તરફનું રુચિનું જોર તૂટવા માંડે છે ને સ્વભાવ તરફનું જોર વધવા માંડે છે.
અંતે રાગના અવલંબનનો ભાવ તોડીને અને સ્વભાવના અવલંબનનો ભાવ પ્રગટ
કરીને તે આત્માર્થી જીવ નિર્વિકલ્પ અનુભવ પ્રગટ કરે છે.–આવી દશા પ્રગટ કરવા માટે
અહીં જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે.
પોતાના આત્માના અનુભવ માટે પાત્ર થયેલા શિષ્યે પૂછ્યું છે કે આ આત્મા
આસ્રવોથી એટલે કે દુઃખથી કેમ છૂટી શકે?
હવે આ પૂછવામાં શિષ્યને કેટલી વાતનો સ્વીકાર આવી ગયો? પ્રથમ તો
આત્મા છે; આત્માની અવસ્થામાં દુઃખ છે, તે દુઃખ ટળીને સુખ પ્રગટી શકે છે. એવું પૂર્ણ
સુખ પ્રગટ કરનારા સર્વજ્ઞ પરમાત્મા આ જગતમાં છે, એના સાધક સન્તો આ જગતમાં
છે. એટલે, મોક્ષતત્ત્વ, સંવર–નિર્જરાતત્ત્વ, તથા તેનાથી વિરુદ્ધ એવા આસ્રવ ને
બંધતત્ત્વ, એ બધાં તત્ત્વોની કબુલાતપૂર્વક શિષ્યનો પ્રશ્ન છે.
આત્મા સુખસ્વરૂપ છે, ને દુઃખ તેનું સ્વરૂપ નથી, એટલે દુઃખથી છૂટવાનો ઉપાય
બની શકે છે. રાગાદિ પરભાવોને જે આત્માનું સ્વરૂપ માને, અથવા શુભરાગને સુખનું
સાધન માને તેને તે રાગાદિથી છૂટવા માટેનો સાચો પ્રશ્ન ઊગે નહીં. રાગને જે દુઃખરૂપ
ન સ્વીકારે તે તેનાથી પાછો વળવાનો ઉપાય કેમ કરે?
આ રીતે, રાગાદિને દુઃખરૂપ જાણ્યા છે ને આત્માનો સ્વભાવ સુખરૂપ છે તેની
જિજ્ઞાસા જાગી છે–એવા શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા દુઃખરૂપ એવા આસ્રવોથી કઈ રીતે
છૂટે? એવા શિષ્યને દુઃખથી છૂટવાની વિધિ આચાર્યભગવાને આ ૭૩મી ગાથામાં
બતાવી છે.
ભાઈ! પ્રથમ તો આત્માના સ્વભાવનો નિર્ણય કર. હું જ્ઞાનદર્શનસ્વરૂપ આત્મા
સ્વસંવેદન–પ્રત્યક્ષ છું; ક્રોધાદિ પરભાવોનું સ્વામીત્વ મારા જ્ઞાનમાં નથી.–આમ નિર્ણય
કરીને, અંતરમાં ડુબકી મારતાં વિકલ્પરહિત આનંદની અનુભૂતિ થાય છે, તેમાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સમાય છે. આવી અનુભૂતિ કરવી તે જ દુઃખથી છૂટવાની
રીત છે.