: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૭ :
(અંક ૨૮૪ થી ચાલુ) * (લેખાંક પ૧)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
જેમ વ્રતાદિના વિકલ્પો મોક્ષનું કારણ નથી તેમ મુનિલિંગનો વિકલ્પ પણ મોક્ષનું
કારણ નથી–એમ હવે આચાર્યદેવ પ્રતિપાદન કરે છે:–
लिगं देहाश्रितं द्रष्टं देह एवात्मनो भवः।
न मुच्यते भवात्त स्मात्ते ये लिंगकृताग्रहाः।।८७।।
લિંગ દેહાશ્રિત છે, અને દેહમાં આત્મબુદ્ધિ તે જ સંસાર છે. તેથી જેઓ દેહાદિ
લિંગમાં કે રાગાદિમાં મમત્વબુદ્ધિ કરે છે તેઓ સંસારથી છૂટતા નથી.
સમયસારમાં આચાર્યદેવ કહે છે કે આત્માને દેહ જ નથી, તો પછી દેહ કે
દેહાશ્રિત ભાવો મોક્ષનું કારણ કેમ હોય? પંચ મહાવ્રતાદિ મુનિલિંગને કે અણુવ્રતાદિના
શુભરાગરૂપ ગૃહસ્થી લિંગને આત્માનું સ્વરૂપ માનીને અજ્ઞાની તેને મોક્ષમાર્ગ માને છે,
પણ તે લિંગ મોક્ષમાર્ગ નથી; કારણ કે અર્હંતદેવો દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા લિંગને
(મહાવ્રતના વિકલ્પને) છોડીને દર્શન–જ્ઞાન–ચારિત્રને જ સેવે છે. ભગવાને તો
શુદ્ધજ્ઞાનની ઉપાસના વડે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ સેવ્યો ને એવો જ
મોક્ષમાર્ગ ઉપદેશ્યો. દ્રવ્યલિંગ તો શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે, તેથી તે મોક્ષમાર્ગ
નથી; સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તે આત્મશ્રિત છે. માટે હે
ભવ્ય! બાહ્યલિંગનું મમત્વ છોડીને દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં જ તારા
આત્માને જોડ.
‘જેને લિંગકૃત આગ્રહ છે તે મોક્ષ પામતો નથી,’–પણ એનો અર્થ એવો નથી કે
દિગંબર લિંગ સિવાય બીજા ગમે તે લિંગમાં પણ મોક્ષ થઈ જાય. મોક્ષ પામનારને