કરતા આકાશમાં ચાલવા લાગ્યા. ભગવાન જ્યાં જ્યાં પધાર્યા ત્યાં સર્વત્ર આનંદ ફેલાઈ
ગયો; આકાશ અને પૃથ્વી પણ પ્રસન્ન થઈને ભગવાનના આગમનની સૂચના દેતા હતા.
હજાર આરાવાળું તેજસ્વી ધર્મચક્ર સૌથી આગળ ચાલતું હતું. અષ્ટમંગળ, ધર્મધ્વજ અને
જતા હતા. એ રીતે આકાશરૂપી સરોવર પણ કમળોથી ખીલી જતું હતું. ભરતભૂમિમાં
મંગલ વિહાર કરીને ભગવાન ઋષભદેવે ધર્મામૃતની વર્ષા કરી અને ભવ્યજીવોને તૃપ્ત
કર્યા; પછી કૈલાસપર્વત ઉપર પધાર્યા.
ઋષભદેવ જેવા દાદા મળ્યા મને...સુખનો સૂરજ ઊગીયો...
બાહુબલી જેવા બાંધવ મળ્યા મને...સુખનો સૂરજ ઊગીયો...
ચંદનબાળા જેવી બેની મળી મને...સુખનો સૂરજ ઊગીયો...
સીમંધરનાથ જેવા દેવ મળ્યા મને...સુખનો સૂરજ ઊગીયો...
કુંદકુંદ જેવા ગુરુ મળ્યા મને...સુખનો સૂરજ ઊગીયો...
સમયસાર જેવા શાસ્ત્ર મળ્યા મને...સુખનો સૂરજ ઊગીયો...
કહાનગુરુ જેવા સંત મળ્યા મને...સુખનો સૂરજ ઊગીયો...
બેનશ્રી–બેન જેવા માતા મળ્યા મને...સુખનો સૂરજ ઊગીયો...
સિદ્ધપ્રભુ જેવા સગા મળ્યા મને...સુખનો સૂરજ ઊગીયો...
ભગવાન જેવો આત્મા મળ્યો મને...સુખનો સૂરજ ઊગીયો...
સાધર્મી સાહેલી આનંદ કરો સૌ...સુખનો સૂરજ ઊગીયો...