Atmadharma magazine - Ank 285
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 45

background image
: અષાડઃ૨૪૯૩ આત્મધર્મ : ૧ :
વાર્ષિક લવાજમ
વીર સં. ૨૪૯૩
ત્રણ રૂપિયા અષાડ
* વર્ષ ૨૪ : અંક ૯ *
_________________________________________________________________
ચૈતન્યને સાધવાનો
ઉત્સાહ
* * *
જેને ચૈતન્યને સાધવાનો ઉત્સાહ છે તેને
ચૈતન્યના સાધક ધર્માત્માને દેખતાં પણ ઉત્સાહ અને
ઉમળકો આવે છે: અહા! આ ધર્માત્મા ચૈતન્યને કેવા
સાધી રહ્યા છે! એમ તેને પ્રમોદ આવે છે, અને હું પણ
આ રીતે ચૈતન્યને સાધું–એમ તેને આરાધનાનો ઉત્સાહ
જાગે છે. ચૈતન્યને સાધવામાં હેતુભૂત એવા સંત
ગુરુઓને પણ તે આત્માર્થી જીવ સર્વ પ્રકારની સેવાથી
રીઝવે છે ને સંત–ગુરુઓ તેના ઉપર પ્રસન્ન થઈને તેને
આત્મ–પ્રાપ્તિ કરાવે છે. સંત ધર્માત્મા જે રીતે ચૈતન્યને
સાધવાનું કહે છે તે રીતે સમજીને પોતે સર્વ ઉદ્યમથી
ચૈતન્યને જરૂર સાધે છે.
“અહા, મને મારા આત્માની પ્રાપ્તિ કરાવનાર
સંત મળ્‌યા; હવે મારા સંસારદુઃખ ટળશે ને મને
મોક્ષસુખ મળશે”–આવા ઉલ્લાસ અને વિશ્વાસપૂર્વક
ઉદ્યમ કરીને મોક્ષાર્થી જીવ આત્માને જરૂર સાધે છે.
(૧૦૦ રત્નોના સંગ્રહમાંથી)