Atmadharma magazine - Ank 285
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 45

background image
: : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
આત્માર્થિતાની પુષ્ટિ, વાત્સલ્યનો વિસ્તાર, દેવ–ગુરુ–
ધર્મની સેવા અને બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સીંચન,–આ
આપણા આત્મધર્મના ઉદ્દેશો છે, અને તેને અનુલક્ષીને
અવારનવાર લેખો આત્મધર્મમાં પ્રસિદ્ધ થતા રહે છે. તે–
અનુસાર વાત્સલ્યને લગતા કેટલાક લેખો પણ પ્રગટ થઈ ચૂકયા
છે. ધર્મના પ્રેમીને ધર્મપ્રસંગમાં વાત્સલ્ય જરૂર આવે છે. એ
હર્ષનો વિષય છે કે સન્તજનોના પ્રતાપે જ્ઞાનભાવનાની સાથે
સાથે વાત્સલ્યભાવના પણ આજે વિસ્તરી રહી છે. ધર્મીના
વાત્સલ્યભરેલા બે શબ્દો પણ સંસારના સર્વ દુઃખોને ભૂલાવી
દેવા માટે અમોઘ ઔષધ છે, ને ધર્મસાધનામાં તે ઉત્સાહ પ્રેરે છે.
આવા વાત્સલ્યધર્મનું વર્ણન ગુરુદેવની પ્રેરણાથી અહીં
આપવામાં આવ્યું છે. શ્રી સમંતભદ્રસ્વામીરચિત રત્નકરંડ–
શ્રાવકાચારની ટીકામાં પં. સદાસુખદાસજીએ ૧૬ ભાવનાઓનું
જે વિસ્તૃત વર્ણન કર્યું છે તેમાંથી વાત્સલ્યભાવનાનું ભાષાંતર
અહીં આપવામાં આવ્યું છે...જે જિજ્ઞાસુહૃદયોમાં વાત્સલ્યને પુષ્ટ
કરશે.–(સં.)
* * *
प्रवचन’ એટલે દેવ–ગુરુ–ધર્મ, તેમનામાં ‘वात्सल्य’ એટલે કે પ્રીતિભાવ, તેને
પ્રવચનવત્સલત્વ કહે છે.
ચારિત્રગુણયુક્ત, શીલના ધારક, પરમ સામ્યભાવ સહિત બાવીસ પરિષહને
સહન કરનાર, દેહમાં નિર્મમ, સમસ્ત વિષયોની વાંછાથી રહિત, આત્મહિતમાં ઉદ્યમી
તેમ જ પરનો ઉપકાર કરવામાં સાવધાન–એવા સાધુજનોના ગુણોમાં પ્રીતિરૂપ પરિણામ
તે વાત્સલ્ય છે.
તથા વ્રતોના ધારક ને પાપથી ભયભીત, ન્યાયમાર્ગી, ધર્મમાં અનુરાગી,
મંદકષાયી ને સંતોષી એવા શ્રાવક તેમ જ શ્રાવિકાઓના ગુણોમાં અને તેમની સંગતિમાં
અનુરાગ ધારણ કરવો તે વાત્સલ્ય છે.