સાડી–પૂ. બેનશ્રી–બેનના સુહસ્તે ભેટ આપવામાં આવ્યા હતા. બીજા પણ ઘણા જિજ્ઞાસુ
ભાઈ–બહેનોએ વિધવિધ ભેટો જાહેર કરીને હાર્દિક અનુમોદન આપ્યું હતું.
વાતાવરણમાં પચાસ જેટલા કુમારિકા બહેનોની બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞાના આવા પ્રસંગો
સંસારને ચુનોતી આપે છે કે અરે જીવો! સુખ વિષયોમાં નથી, સુખ તો
અધ્યાત્મજીવનમાં છે...સુખને માટે વિષયોને ઠોકર મારીને જ્ઞાની–સંતની છાયામાં આવી
આત્મસાધનામાં જીવનને જોડો.
તે ઉપરાંત પૂ. બે પવિત્ર બહેનોની શીતલછાયા ને વાત્સલ્યભરી હૂંફે તે બહેનોના
જીવનમાં આ સામર્થ્ય આપ્યું છે. પૂ. બેનશ્રી ચંપાબેન, અને પૂ. બેન શાન્તાબેન–એ બંને
ધર્મમાતાઓનું ધર્મરંગથી રંગાયેલું સહજ જીવન તો નજરે જોવાથી જ જિજ્ઞાસુને
ખ્યાલમાં આવી શકે. એ બંને બહેનોની પવિત્રતા, અનુભવ સંસ્કાર, વૈરાગ્ય તેમજ દેવ–
ગુરુ–ધર્મ પ્રત્યેની અપાર ભક્તિ, અર્પણતા, વિનય ને વાત્સલ્ય–એ બધા ગુણો મુમુક્ષુને
આનંદ ઉપજાવે છે ને ભક્તિ જગાડે છે. તેઓશ્રીની છત્રછાયાને લીધે જ નાની વયના
બહેનો માતાપિતાને છોડીને આવી હિંમત કરી શક્યા છે. તેઓ અપાર વાત્સલ્યપૂર્વક
જીવનમાં નિરંતર જ્ઞાન–વૈરાગ્યનું સીંચન કરી રહ્યા છે. આ રીતે જીવનમાં પૂ.
ધર્મમાતાઓનો પણ મહાન ઉપકાર છે. તેઓશ્રીનું આદર્શજીવન સહેજે જ્ઞાનવૈરાગ્યની
પ્રેરણા આપે છે.
બ્રહ્મચર્ય લેનાર બહેનોએ કેવા ભાવથી આ કાર્ય કર્યું છે તે બતાવ્યું હતું તથા સત્સંગનો
મહિમા જણાવ્યો હતો. તેમનું ભાવભીનું પ્રસંગોચિત પ્રવચન સાંભળીને સૌને પ્રસન્નતા
થઈ હતી. આ ઉપરાંત બહારગામથી પણ અનેક અભિનંદન–સન્દેશા આવ્યા હતા. આજે
પૂ. ગુરુદેવને આહારદાન બ્રહ્મચર્ય આશ્રમના સ્વાધ્યાયભવનમાં બ્રહ્મચારી બહેનો
તરફથી થયું હતું. આશ્રમનું વાતાવરણ ઘણું હર્ષોલ્લાસમય હતું.