Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 75

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : પ :
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા લેનાર આ બહેનો લાંબા સમયથી પૂ. ગુરુદેવના ઉપદેશનું
શ્રવણ કરે છે; તે ઉપરાંત અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. દર્શન–પૂજનાદિ કાર્યો
નિયમિતપણે કરે છે; રાત્રિભોજનત્યાગ વગેરે યોગ્ય આચારોનું પાલન કરે છે.
સત્સમાગમે રહીને આત્મહિતની ભાવનાથી બ્રહ્મચર્યજીવન ગાળવાનો નિર્ણય સૌએ
પોતાના દ્રઢ વિચારબળથી કર્યો છે. અમારી આ સાધર્મી બહેનો પ્રત્યે હાર્દિક
વાત્સલ્યભરેલા અભિનંદનપૂર્વક, સંતોની શીતલ છાયામાં આત્મપ્રયત્ન જગાડી સૌ
પોતાના જીવનધ્યેયને જલદી પ્રાપ્ત કરીએ...એવી શુભેચ્છા
– બ્ર. હ. જૈન
બ્ર. બહેનો પ્રત્યે માનનીય પ્રમુખશ્રી તરફથી
શુભેચ્છા–સન્દેશ
શ્રાવણ વદ એકમે બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા લેનારા નવ કુમારિકાબહેનો પ્રત્યે
શુભેચ્છાનો સન્દેશ પાઠવતાં માનનીય પ્રમુખશ્રી નવનીતલાલ સી. ઝવેરી લખે છે કે–
શ્રાવણ વદ એકમ એ તમારા જીવનની ધન્ય પળ છે કે જ્યારે પરમ પૂજ્ય
ગુરુદેવના ઉપદેશનું સાર્થક્ય તમારા જીવનમાં ઉતારવા તમે ભાગ્યશાળી થયા છો. પરમ
હિતકારી જૈનધર્મ એટલો મહાન છે કે જે કોઈ જીવ પોતાના જીવનમાં તેને અંગીકાર કરે
છે તેનું જીવન કૃતકૃત્ય થઈ જાય છે. પંડિત શ્રી દોલતરામજીએ કહ્યું છે–
यह मानुषपर्याय सुकुल सुनिवो जिनवानी,
यह विध गये न मिले सुमणि ज्यों उदधि समानी।
धन समाज गज बाज राज तो काज न आवै,
ज्ञान आपको रूप भये फिर अचल रहावै;
तास ज्ञानको कारन स्व–पर विवेक बखानौ,
कोटि उपाय बनाय भव्य ताको उर आनौ।।
તમે પણ આવી ઉત્તમ ભાવનાથી બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા અંગીકાર કરી છે; તેમાં
આગળ વધો અને આવું જ્ઞાન પ્રાપ્ત કરીને તમે તમારા જીવનને ધન્ય બનાવો–એવી
શુભેચ્છા સાથે અભિનંદન પાઠવું છું.
– નવનીતલાલ જવેરી