: ૬ : આત્મધર્મ: બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
સિદ્ધો અને સર્વજ્ઞોના
આદરરૂપ મહા માંગળિક
(શ્રાવણ વદ એકમ: નવ બહેનોની
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા પ્રસંગે પ્રવચનમાંથી)
(સમયસાર કળશ ૨–૩)
સર્વજ્ઞવીતરાગદેવની અનેકાન્તમય વાણી આત્માના સ્વરૂપને પ્રકાશે છે.
અનેકાન્તમયી વાણી છે તે સર્વજ્ઞને અનુસરનારી છે. જેવું વસ્તુસ્વરૂપ સર્વજ્ઞના જ્ઞાનમાં
આવ્યું છે તેવું જ વાણીમાં આવ્યું છે. ને વાણીમાં એવો સ્વભાવ છે કે, છ દ્રવ્યોમાં
ઉપાદેયરૂપ શુદ્ધઆત્મા છે એવા વાચ્યને તે વાણી પ્રકાશે છે. સર્વજ્ઞનું જ્ઞાન અને વાણીનો
આવો મેળ, છતાં બંનેનું પરિણમન સ્વતંત્ર છે.
જ્ઞાની સન્તોની વાણી પણ સર્વજ્ઞઅનુસાર છે, કેમકે સર્વજ્ઞદેવે જેવું સ્વરૂપ જાણ્યું
તેવું જ્ઞાનીઓએ જાણ્યું છે; વસ્તુમાં અનંતા ધર્મો છે તે સર્વજ્ઞદેવે જાણ્યા છે ને વાણીમાં
કહ્યા છે. આવો આત્મા ને આવું જ્ઞાન તથા આવી વાણી તે મંગળ છે. ને આવા
સર્વજ્ઞનો જે નિર્ણય કરે તેનું જ્ઞાન પણ મંગળ છે.–
जो जाणदि अरिहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं।।
ભગવાન કુંદકુંદસ્વામી કહે છે કે સર્વજ્ઞના આત્માને જે ઓળખે તે નિયમથી
પોતાના આત્માને ઓળખે, ને તેનો મોહ નષ્ટ થઈને સમ્યગ્દર્શન થાય.–તે મહા
માંગળિક છે.
‘वंदित्तु सव्वसिद्धे” કહીને આચાર્યદેવે સમયસારમાં મહાન અપ્રતિહત મંગળ
કર્યું છે. અનંતા સિદ્ધભગવંતો જગતમાં છે, તેમના અસ્તિત્વને જ્ઞાનમાં સ્વીકાર્યું તે
જ્ઞાનની તાકાત કેટલી? તે જ્ઞાન રાગથી જુદું પડીને અંતરસ્વભાવ તરફ વળ્યું છે. આ
રીતે અનંતા સિદ્ધોને પોતાના જ્ઞાનમાં