Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 75

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ: બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૭ :
જેણે પધરાવ્યા તે અપ્રતિહતપણે સિદ્ધપદ તરફ ચાલ્યો. અહા, આવા લક્ષે સમયસાર
સાંભળશે તેને શુદ્ધાત્માની પ્રાપ્તિ જરૂર થશે થશે ને થશે.
જેણે સિદ્ધને અને સર્વજ્ઞને સ્મરણમાં લઈને તેમનો આદર કર્યો તેને રાગનો
આદર રહે નહિ. રાગમાં તેની પરિણતિ અટકે નહીં, તે જ્ઞાનાનંદસ્વભાવ તરફ ઝુકીને
તેનો અનુભવ કરે. આ રીતે સિદ્ધો અને સર્વજ્ઞના આદરરૂપ મંગળ કર્યું.
વીતરાગવાણીનું રહસ્ય શુદ્ધ આત્મા છે, તેને જ્ઞાની જ જાણે છે. અજ્ઞાની
વીતરાગવાણીના રહસ્યને જાણી શક્તો નથી. અહો, વીતરાગવાણીમાં જેવો શુદ્ધ આત્મા
કહ્યો તેવો લક્ષમાં લઈને તે વાણીનો પણ આદર કરીએ છીએ, તે વાણીને નમસ્કાર
કરીએ છીએ.
ત્રીજા કળશમાં આચાર્યદેવ કહે છે કે આ સમયસારમાં જે શુદ્ધ જીવનો ઉપદેશ
છે તેના ઘોલનવડે મારી પરિણતિ શુદ્ધ થાઓ. “સમયસારની વ્યાખ્યા” થી એનો
અર્થ એ કે તેમાં કહેલા શુદ્ધાત્માના ઘોલનથી અંતરમાં શુદ્ધતા વધતી જાય છે.
ટીકાના શબ્દોનો કર્તા આત્મા નથી, પણ તેના વાચ્યરૂપ જે શુદ્ધાત્મા તે તરફ
વારંવાર જ્ઞાનના ઝુકાવથી પરિણતિ શુદ્ધ થતી જાય છે. અને જે જીવો આવા
શુદ્ધાત્માના લક્ષપૂર્વક સમયસાર સાંભળશે તેમને પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની
શુદ્ધતા થશે.
અહા, ચૈતન્યવસ્તુ રાગથી પાર, તેને સ્વરૂપસાધનવડે જ નિર્મળતા થાય છે.
વિકલ્પ કે વાણી કાંઈ તેનું ખરૂં સાધન નથી. અહા, જેની વાર્તા સાંભળતાં પણ
મુમુક્ષુને આનંદ આવે એના અનુભવના આનંદનું શું કહેવું? આવાઆત્માની પ્રાપ્તિ
રાગ વડે ન થાય. રાગના અભાવરૂપ વૈરાગ્યનો ઉપદેશ છે. આખી દુનિયાથી ઉદાસ
થઈને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની લગની કર, તેનો આશ્રય કર, તેનો અનુભવ કર,–
આવો સંતોનો ઉપદેશ છે. અતીન્દ્રિયઆનંદથી ભરેલો આત્મા છે તેનું ભાન થતાં
પર્યાયમાં તે આનંદ અનુભવાયો છે. પછી સાથે કાંઈક અશુદ્ધતા રહી ગઈ તેને પણ
ધર્મી જાણે છે. આનંદનો નમુનો ચાખીને પૂર્ણાનંદસ્વભાવની પ્રતીત કરી છે.
પર્યાયમાં આનંદનો અંશ પ્રગટ થયા વગર પૂર્ણ આનંદસ્વભાવની સાચી પ્રતીત થાય
નહીં. સમ્યગ્દ્રષ્ટિ–સાધકને અંશે શુદ્ધતા અને મલિનતા બંને સાથે છે. તે જાણે છે કે
મારા શુદ્ધઉપાદાનથી