ભાવનાવડે તેને ટાળવા માંગે છે. લગની તો શુદ્ધઆત્મામાં જ લાગી છે. શુદ્ધઆત્માની
એવી લગની છે કે મુનિને જે શુભ વિકલ્પ આવે તે પણ કલંક લાગે છે; ત્યાં અશુભની
તો વાત પણ કેવી? ટીકા વખતે વિકલ્પ ઉપર અમારું વજન નથી પણ જ્ઞાનમાં
શુદ્ધતા વધી જશે ને વિકલ્પ તૂટી જશે. સમ્યગ્દ્રષ્ટિનું મુખ્ય લક્ષ શુદ્ધ આત્મસ્વભાવ ઉપર
છે. આવા આત્માને લક્ષમાં લઈને વારંવાર તેની ભાવનાનું ઘોલન કરવા જેવું છે. –તે
માંગળિક છે.
જ્ઞાનાર્ણવમાં બ્રહ્મચર્યમહાવ્રતના કથનની સમાપ્તિ પ્રસંગે શાસ્ત્રકાર મહારાજ
विसृज विसृज मोहं विद्धि विद्धि स्वतत्त्वं।
कलय कलय वृत्तं पश्य पश्य स्वरूपं
कुरु कुरु पुरुषार्थ निर्वृतानन्दहेतोः।।४२।।
જગતના મોહને દૂર કર...દૂર કર, સ્વતત્ત્વને જાણ...જાણ.
ચારિત્રનો અભ્યાસ કર...અભ્યાસ કર, નિજસ્વરૂપને દેખ....દેખ.
અને મોક્ષના મહા આનંદને માટે તું પુરુષાર્થ કર...પુરુષાર્થ કર.