છે; અનંતા સિદ્ધ જ્યાં પધારે તે આંગણું કેટલું મોટું ને કેટલું ચોક્ખું?–એ
જ્ઞાનપર્યાયની તાકાત કેટલી કે જે અનંતસિદ્ધોને સ્વીકારે? રાગમાં અટકેલી
પર્યાયમાં એવી તાકાત હોય નહિ. રાગ નહિ, વિકલ્પ નહિ, કર્મ નહિ, દેહ નહિ,
અપૂર્ણતા નહિ, સિદ્ધ જેવો પૂર્ણ તાકાતવાળો હું છું–એમ સ્વીકારીને સિદ્ધને પોતામાં
સાથે રાખીને જે ઊપડ્યો તે જીવ સિદ્ધપરિણતિને લીધા વગર પાછો નહિ ફરે.
મોરપીંછી ને કમંડળ તે પણ જેને બાહ્ય છે, અંદર સિદ્ધસ્વરૂપને જ પોતામાં વસાવીને
ધ્યાવી રહ્યા છે, તેમનું આ કથન છે, પરમ વીતરાગી, પરમ નિર્દોષ! અમે તો અંદર
અમારા અનંતગુણની નિર્મળતા પ્રગટ કરીને તેમાં સિદ્ધપ્રભુને બિરાજમાન કર્યા છે;
રાગ નહિ. પરસંગ નહિ, અલ્પજ્ઞતા નહિ, અમે તો જ્ઞાન–આનંદથી પૂરા એવા
સિદ્ધને અમારા આત્મામાં સ્થાપીને સિદ્ધ પ્રભુની પંક્તિમાં બેઠા...હવે સિદ્ધ થવા
સિવાય બીજો કોઈ માર્ગ રહ્યો નથી. વિકારરૂપે થનારા અમે નહિ, અમે તો સિદ્ધ
થનારા.
બહુમાન લઈને આવ્યો છો કે તને સિદ્ધપણું ગમશે ને વિકાર નહિ ગમે.–તો અમે તને
તારું સિદ્ધપણું સંભળાવીએ છીએ ને તારો શુદ્ધઆત્મા દેખાડીએ છીએ; તે સાંભળીને
તું તારા આત્મામાં સિદ્ધપણું સ્થાપ. તું શ્રોતા થઈને આવ્યો એનો અર્થ એ થયો કે,
અમે જે કહીએ છીએ તે તારે જાણવું છે–માનવું છે ને આદરવું છે. અમારી વાત તને
ગોઠી એટલે તું સાંભળવા આવ્યો. હવે અમે સમસ્ત નિજવૈભવથી તને તારા
આત્માનો વૈભવ બતાવીએ છીએ; અનંતા સિદ્ધોને તારી પર્યાયમાં સમાડી દે એટલે કે
શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને તું પણ સિદ્ધ થા–એવી તારા આત્મવૈભવની તાકાત છે. તેની
સામે જોઈને આવા તારા સામર્થ્યની હા પાડ, તારા શ્રદ્ધા–જ્ઞાનરૂપી આંગણું ચોકખું
કરીને તેમાં સિદ્ધપ્રભુને પધરાવ. પછી અમે તને સમયસાર સંભળાવીએ. તારી
પ્રભુતાની હા પાડીને સમયસાર સાંભળ! એટલે જરૂર