થશે.
આંગણામાં પ્રભુ પધારે નહિ–અનુભવમાં આવે નહિ. એક સારો રાજા ઘરે આવે
તોપણ તેનો કેટલો આદર કરે છે ને આંગણું ચોક્ખું કરીને કેવું શણગારે છે! તો હે
ભાઈ! જગતના મહારાજા એવા સિદ્ધપ્રભુને તારા આત્મામાં પધરાવવા માટે તારી
પર્યાયના આંગણાને નિર્મળ શ્રદ્ધા–જ્ઞાનવડે તું શણગાર. હકારના જોરપૂર્વક જે
સાંભળવા આવ્યો તેની પર્યાય રાગથી પાછી હઠીને અંતર તરફ વળવા લાગી,
સંસારથી પાછી ફરીને સિદ્ધપદ તરફ જવા લાગી. અનંતા સિદ્ધને ને સર્વજ્ઞપદને
મારા જ્ઞાનમાં–શ્રદ્ધામાં–અનુભવમાં સમાડી દઉં એવી મારી તાકાત છે–એમ
સ્વભાવના ભરોસે હા પાડીને તે સ્વભાવને સાંભળે છે; એટલે એના શ્રવણમાં ને
એના ભાવમાં અપૂર્વતા છે.
વિકલ્પમાં કે વાણીમાં જ્ઞાન નથી, જ્ઞાનમાં વિકલ્પ કે વાણી નથી. જ્ઞાન સર્વને
જાણવાના સામર્થ્યવાળું છે એ અપેક્ષાએ આત્માને સર્વવ્યાપક ભલે કહેવાય. પણ
ખરેખર તો તે સ્વ–વ્યાપક છે; રાગમાં તે વ્યાપતું નથી ત્યાં પરમાં વ્યાપવાની તો
વાત જ કેવી?
અનંત ગુણના વૈભવથી ભરેલા છે. આત્મા ક્યાં સ્ત્રી આદિ છે? એ તો
ચૈતન્યગુણનો ભંડાર છે. અહો, આવું સ્વરૂપ લક્ષમાં લેનાર જ્ઞાનની કેટલી
ગંભીરતા? આવી ગંભીરતામાં અનંત સર્વજ્ઞ–વીતરાગને સ્થાપ્યા છે. ભાઈ! તું
બીજા વિચાર ન કર...સિદ્ધ જેવી તારી તાકાત છે તેમાં શંકા ન કર. બીજો વિકલ્પ
વચ્ચે ન લાવ. ભગવાન કુંદકુંદસ્વામી જેમણે વિદેહની યાત્રા કરીને સીમંધર
પરમાત્માના સાક્ષાત્ ભેટા કર્યા. તેઓ સ્વાનુભવના જોરથી પરમ સત્યને પ્રસિદ્ધ
કરતાં ફરમાવે છે કે આત્માના