કૃપાપૂર્વક અમને બતાવ્યું છે ને અમારા સ્વાનુભવથી અમે જોયું છે, તે અમે તને આ
સમયસારમાં દેખાડીએ છીએ. અહો! આમાં તો ઘણી ગંભીરતા છે. જે પર્યાયમાં
રાગવગરના અનંતા સર્વજ્ઞ–સિદ્ધોનો સ્વીકાર થયો તે પર્યાયની તાકાત કેટલી? તે
પર્યાય શું રાગમાં ઊભી રહેશે?–નહિં; એ પર્યાય તો સ્વભાવસન્મુખ થઈને અનંતો
આનંદ પ્રગટ કરશે, અનંત જ્ઞાનની તાકાત પ્રગટ કરશે, અનંત વીર્યવડે પ્રભુતા
પ્રગટાવશે, રાગ વગરનું અતીન્દ્રિય ચૈતન્યજીવન પ્રગટાવશે. વાહ રે વાહ! આ તો
પ્રભુતાની પ્રાપ્તિનો અવસર આવ્યો. અરે જીવ! આવી પ્રભુતાના પ્રસંગે પામરતાને યાદ
ન કરીશ; સિદ્ધની સાથે ગોષ્ઠી કરી...હવે સંસારને ભૂલી જાજે; આત્મામાં સિદ્ધને
સ્થાપ્યા–હવે સિદ્ધ થતાં શી વાર! થોડો કાળ વચ્ચે છે પણ સિદ્ધપણાના પ્રસ્થાનાના જોરે
(પ્રતીતના જોરે) સાધક તે અંતરને તોડી નાંખે છે, ને જાણે અત્યારે જ હું સિદ્ધ છું એમ
શુદ્ધદ્રષ્ટિથી દેખે છે. સિદ્ધનું પ્રસ્થાનું કર્યું ત્યાં જ રુચિમાંથી રાગ ભાગી ગયો. અરે,
આઠવર્ષના બાળક પણ જાગી ઊઠે ને અંતરમાં પોતાના આવા નિજવૈભવને દેખે કે
‘આવો હું!’ સિદ્ધ જેવા અનંતગુણના સામર્થ્યરૂપે તે પોતાને દેખે છે ને
નિર્વિકલ્પધ્યાનવડે અનુભવે છે. અમે દેહમાં કે રાગમાં રહેનારા નહિ. અમે તો એક
સમયમાં નિર્મળ ગુણ–પર્યાયોરૂપ જે અનંત ભાવો તેમાં રહેનારા છીએ અમારો વાસ
અમારા અનંત–ગુણ–પર્યાયમાં છે; ‘અનંતધામ’ માં વસનારો વિભુ અમારો આત્મા છે.
અહા, પોતાના અંતરમાં જ આવો વિભુ વસી રહ્યો છે પણ નજરની આળસે જીવો એને
દેખતા નથી.
નિજભાવ કઠિન–એવી વિપરીતબુદ્ધિને લીધે જીવ સ્વવૈભવને દેખી શક્તો નથી.–એ
વિપરીતતાની મર્યાદા કેટલી? એક સમયપૂરતી; અને તે પણ કાંઈ સ્વભાવમાં પેસી ગઈ
નથી. જો દ્રઢતાથી ઊપડે કે મારે મારા આત્માને દેખવો જ છે ને સ્વવૈભવને સાધવો જ
છે, તો પરભાવની રુચિ તોડીને સ્વભાવને અનુભવતાં વાર લાગે નહિ. અહા,
આત્મસ્વભાવના વૈભવનો પથારો કેટલો?–કે એકસાથે અનંતગુણોમાં ને તે બધાની
નિર્મળપર્યાયોમાં