Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 75

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૧૭ :
જયંત, વિજય, સંજયંતે, તેમજ ચક્રવર્તીના રવિકીર્તિ વગેરે અનેક પુત્રોએ દીક્ષા લીધી.
જયકુમાર ઋષભદેવપ્રભુના૭૧ મા ગણધર થયા ને મોક્ષ પામ્યા; સુલોચનાએ પણ દીક્ષા
લીધી, ને એકાવતારી થઈ. (જયકુમારની દીક્ષાનું દ્રશ્ય આ અંકમાં ટાઈટલ ૩ ઉપર છે.)
હવે આપણે પણ ભગવાનના સમવસરણમાં જઈને ભગવાનના ધર્મવૈભવને
નીહાળીએ:
ભગવાનનો ધર્મવૈભવ
મોક્ષમાર્ગના નાયક ને ધર્મતીર્થના પ્રવર્તક ભગવાન ઋષભદેવ સમવસરણમાં
૮૪ ગણધરોની વચ્ચે શોભી રહ્યા છે. તેમના સમવસરણમાં વીસ હજાર કેવળજ્ઞાનીઓ
ગગનમાં બિરાજે છે; ૪૭પ૦ શ્રુતકેવળીઓ છે; ૪૧પ૦ શિક્ષકમુનિવરો છે; ૯૦૦૦
અવધિજ્ઞાની મુનિવરો છે; ૨૦૬૦૦ વિક્રિયાઋદ્ધિધારક મુનિવરો છે; ૧૨૭પ૦
મનઃપર્યયજ્ઞાની મુનિવરો છે. એ રીતે કુલ ૮૪૦૮૪ (ચૌરાશી હજાર ને ચોરાશી)
મુનિવરોનો સંઘ બિરાજે છે,–તેમને નમસ્કાર હો. બ્રાહ્મી વગેરે ત્રણ લાખ પચાસ હજાર
અર્જિકામાતાઓ ભગવાનના ગુણોની ઉપાસના કરી રહ્યાં છે; દ્રઢવ્રતાદિ ત્રણ લાખ
શ્રાવકો ને સુવ્રતાદિ પાંચ લાખ શ્રાવિકાઓ ભગવાનની સ્તુતિ કરે છે; દેવો અને
તિર્યંચોનો પણ કોઈ પાર નથી. આવી ઉત્તમ ધર્મસભામાં દિવ્યધ્વનિના ધોધ છૂટી રહ્યા
છે ને કેટલાય જીવો સમ્યક્ત્વાદિ ધર્મ પામીને મોક્ષમાર્ગને સાધી રહ્યા છે.
જયકુમાર વગેરેની દીક્ષા બાદ ભરત મહારાજાએ સમવસરણમાં આવીને
ભગવાનની પૂજા કરી ને પરમભક્તિથી ધર્મોપદેશ સાંભળ્‌યો.
એ રીતે સજ્જનોને ઉત્તમ મોક્ષફળની પ્રાપ્તિ કરાવવા માટે ભગવાન એક લાખ
પૂર્વ (–તેમાં એક હજાર વર્ષ ને ૧૪ દિવસ કમ) સુધી આ ભરતભૂમિમાં તીર્થંકરપણે
વિચર્યા. જ્યારે તેમને મોક્ષ જવામાં ૧૪ દિવસ બાકી રહ્યા ત્યારે પોષ સુદ પૂર્ણિમાના
દિવસે કૈલાસપર્વત ઉપર ભગવાનનો યોગનિરોધ શરૂ થયો, દિવ્યધ્વનિ બંધ થઈ ગઈ.
બરાબર એ જ દિવસે અયોધ્યાનગરીમાં ભરતે સ્વપ્ન જોયું કે મેરુપર્વત ઊંચો
થઈને ઠેઠ સિદ્ધક્ષેત્ર સુધી પહોંચી રહ્યો છે, અર્કકીર્તિએ એવું સ્વપ્ન જોયું કે મહાઔષધનું
વૃક્ષ મનુષ્યોનાં જન્મરોગને મટાડીને સ્વર્ગમાં જાય છે; ગૃહપતિએ જોયું કે કલ્પવૃક્ષ
ઈચ્છિત ફળ આપીને સ્વર્ગમાં જઈ રહ્યું છે; પ્રધાનમંત્રીએ જોયું કે એક રત્નદ્વીપ લોકોને
રત્નસમૂહ આપીને આકાશમાં જવા તૈયાર થયેલ છે; એ જ રીતે સેનાપતિ વગેરેએ પણ