Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 75

background image
: ૧૮ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
ભગવાન ઋભષદેવના મોક્ષગમનસૂચક સ્વપ્નો દેખ્યા. ને એ જ સવારે ‘આનંદ’
નામનો દૂત સમાચાર લાવ્યો કે ભગવાન મોક્ષ જવાની તૈયારી કરી રહ્યા છે.
તુરત જ સમસ્ત પરિવાર સહિત ભરતચક્રવર્તી ભગવાનના સમવસરણમાં
આવી પહોંચ્યા, ને ૧૪ દિવસ સુધી મહામહ નામની મોટી પૂજા કરી.
ભગવાનનું મોક્ષગમન
પોષ વદ ૧૪ (શાસ્ત્રીય
માહ વદ ૧૪) ના રોજ સૂર્યોદય
વખતે ભગવાન ઋષભદેવ
પૂર્વમુખે અનેક મુનિઓ સહિત
પર્યંકાસને બિરાજમાન થયા,
સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ નામના
ત્રીજા શુક્લધ્યાનવડે ત્રણે યોગનો
નિરોધ કરીને અયોગી થયા;
અંતિમ ગુણસ્થાને પાંચ
લઘુસ્વરના ઉચ્ચારણ જેટલા
સમયમાં ચોથા
વ્યુપરતક્રિયાનિવર્તિ નામના
શુક્લધ્યાનવડે ચાર
અઘાતીકર્મોનો અત્યંત અભાવ કરી, અશરીરી સિદ્ધપદને પામ્યા ને અષ્ટમહાગુણસહિત
ઊર્ધ્વગમન કરી તનુવાતવલયમાં લોકાગ્રે બિરાજમાન થયા. આત્મસુખમાં તલ્લીનપણે
અત્યારે પણ તેઓ ત્યાં બિરાજી રહ્યા છે.
તે સિદ્ધપ્રભુને નમસ્કાર હો.
જય આદિનાથ!
દેવોએ ભગવાન ઋષભદેવના મોક્ષકલ્યાણકનો ઉત્સવ કર્યો. એ વખતે ભરતનું
પ્રબુદ્ધચિત્ત પણ સ્નેહવશ શોકાગ્નિથી સંતપ્ત થઈ રહ્યું હતું. ત્યારે તેમના નાનાભાઈ
વૃષભસેનગણધરે તેમને વૈરાગ્યમય ધર્મોપદેશવડે આશ્વાસન આપ્યું ને ભગવાન
ઋષભદેવ વગેરે દસેય જીવોના પૂર્વભવોનું વર્ણન કર્યું. (જુઓ–દશજીવોની ભવાવલીનું
કોષ્ટક.)