કરે છે, એ જાણવા છતાં તું કેમ ખેદખિન્ન થાય છે!! પરમપિતા ભગવાન ઋષભદેવ તો
અષ્ટ કર્મને નષ્ટ કરીને અનુપમ મોક્ષપદને પામ્યા, એ તો પરમ ઈષ્ટ છે; ને આપણે પણ
થોડા જ સમયમાં એ મોક્ષમાં જવાનું છે; તો ભલા, આવી સંતોષની વાતમાં વિષાદ કેમ
કરે છે? ભગવાનના સમાગમથી આપણે શુદ્ધબુદ્ધિને પામ્યા છીએ, આત્મસ્વરૂપને જાણ્યું
છે, ને મિથ્યાદ્રષ્ટિઓને દુર્લભ એવા ભગવાનના તે શ્રેષ્ઠપદને આપણે પણ તુરતમાં જ
પામવાના છીએ. શુભાશુભકર્મવડે ઈષ્ટમિત્રનું મરણ થતાં તો ભલે શોક થાય–કેમકે તેને
તો પાછો સંસારમાં જન્મ થાય છે; પરંતુ જો ભવનો નાશ કરીને પરમ ઈષ્ટ એવું સિદ્ધપદ
મળે તો એ તો મહાન હર્ષની વાત છે, તેમાં ખેદ શાનો? અરે ભરત! ભગવાનના આઠે
શત્રુ નષ્ટ થયા ને મહાન આઠ ગુણ પ્રાપ્ત થયા, તો ભલા! એમાં શું હાનિ થઈ ગઈ?–કે
જેથી તું શોક કરે છે? માટે હવે મોહને છોડ....ને શોકને જીતવા માટે વિશુદ્ધબુદ્ધિને ધારણ
કર. પૂજ્ય પિતાજીનું શરીર છૂટી જતાં તું આટલો બધો શોક કરે છે તો દેખ, આ
દેવલોકો કે જેઓ ભગવાનના જન્મ્યા પહેલાં જ અત્યંત અનુરાગથી તેમની સેવા કરી
રહ્યા છે તેઓ ભગવાનના શરીરને ભસ્મ કરીને આટલા બધા આનંદથી કેમ નાચી રહ્યા
છે!
એટલે સ્નેહવશ ઘણો શોક થાય છે.’
તું પણ ત્રણ જ્ઞાનનો ધારક છો, તો પછી મોહજન્ય સ્નેહવડે તારી ઉત્તમતાને કેમ નષ્ટ
કરી રહ્યો છો? શું તને આ ઈન્દ્રની પણ શરમ નથી આવતી? અને શું તને ખબર નથી
કે ઈન્દ્રની પહેલાં જ તું મોક્ષ જવાનો છો? અરે, આ સંસારમાં શું ઈષ્ટ? ને શું અનિષ્ટ?
જીવ વ્યર્થ સંકલ્પ કરીને ક્યાંક રાગ ને ક્યાંક દ્વેષ કરે છે, ને દુઃખી થાય છે. દુઃખથી
ભરેલી સંસારની આ સ્થિતિને ધિક્કાર હો. સંસારનું આવું જ સ્વરૂપ છે એમ સમજીને
વિદ્વાનોએ શોક ન કરવો જોઈએ. હે રાજન! વસ્તુનો સહજ સ્વભાવ જ એવો છે;
સંસારના સ્વરૂપને તો તું ઓળખે છે,–તો શું તું એ નથી જાણતો કે અનંત સંસારમાં આ
જીવને અનેક જીવો સાથે સેંકડો વખત સંબંધ થઈ ચૂક્યો છે.–તોપછી